Friday, January 23, 2026

અમદાવાદમાં ગાર્ડનમાં ફરવા જવાનો ડબલ ચાર્જ, રિવરફ્રન્ટના ચાર ગાર્ડનની ફીમાં બારોબાર વધારો, જુઓ કેટલો

spot_img
Share

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હંમેશા અમદાવાદના લોકો માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ દ્વારા લોકોના આનંદ માટે ઘણી જાહેર મનોરંજનની સુવિધાઓ બનાવવામાં આવી છે.પરંતુ આને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સત્તાધીશોએ કમાણીનું સાધન બનાવી દીધા છે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એકાએક પાછલા બારણે ચારે રિવરફ્રન્ટ પાર્કની ફીમાં બે ગણો વધારો કરી દેવાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના રિવરફ્રન્ટનાં ગાર્ડનની ફીમાં તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે.ગાર્ડનમાં એન્ટ્રી ફી ડબલ કરી દેવામાં આવી છે. બાર વરસની ઉપરની વ્યક્તિની ટીકીટ 10 રૂપિયાથી વધારી 20 રૂપિયા કરી દેવાઇ છે. જ્યારે 12 વર્ષથી નીચેની વ્યક્તિ માટે 5 રૂપિયાથી વધારી 10 રૂપિયા ફી કરવામાં આવી છે.સાબરમતી રિવરફ્રન્ટની કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશોએ પાછલા બારણે કરવામાં આવેલા ભાવ વધારાને મંજૂરી આપી દીધી છે, જેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેથી હવે બગીચામાં ફરવા જવા માટે પણ રૂ.20નો ચાર્જ ચૂકવવો પડશે.

રિવરફ્રન્ટ પર આવેલા અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફલાવર પાર્કમાં પણ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. સિનિયર સિટીઝન, બાળકો અને 12 વર્ષથી ઉપરના દરેકના ચાર્જમાં વધારો કરાયો છે. અટલ ફૂટ ઓવરબ્રિજમાં 12 વર્ષથી ઉપરના માટે રૂ. 30ની જગ્યાએ રૂ.50 અને ફલાવર પાર્કના રૂ.20ની જગ્યાએ રૂ. 40 ચાર્જ કરવામાં આવ્યો છે. અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફલાવર પાર્ક બંનેમાં રૂ. 40ની જગ્યાએ હવે રૂ.70 કરવામાં આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની 21-09-2024ના રોજ યોજાયેલ પ્રોજેક્ટ કમિટી તેમજ તારીખ 15/10/2024ના રોજ યોજાયેલી બોર્ડ મિટિંગ અંતર્ગત આ ટિકિટના દરમાં નજીવો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...