27.6 C
Gujarat
Wednesday, October 23, 2024

સિંધુભવન રોડ પર ફરી પોલીસની ડ્રાઈવ, ડ્રગ્સ-દારૂ પી ફરતા લોકોને પકડવા પોલીસની ડ્રાઈવ

Share

અમદાવાદ : અમદાવાદના સિંધુભવન રોડ પર ફરી ડ્રગ્સ-દારૂ પી ફરતા લોકોને પકડવા પોલીસની ડ્રાઈવ શરુ કરવામાં આવી છે, સિંધુભવન રોડ પર ડ્રગ્સ – દારૂનુંં દૂષણ દૂર કરવા તેમજ રેસ, સ્ટંટ કરતા નબીરાઓ સામે પોલીસે ફરી સોમવાર રાતથી ડ્રાઈવ શરૂ કરી છે. આ વખતની ડ્રાઈવમાં સ્થાનિક પોલીસની સાથે બહારના પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદ લેવાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સેકટર-1ના અધિક પોલીસ કમિશનર નિરજ બડગુજરે જણાવ્યું કે, સિંધુભવન રોડ તેમજ આસપાસના વિસ્તારમાં ડ્રગ્સ-દારૂનું દૂષણ વધ્યું છે. જો કે ભૂતકાળમાં પોલીસ 2-4 દિવસની ડ્રાઈવ આપતી હતી. પરંતુ સોમવારથી દારૂ, ડ્રગ્સ, રેસ અને સ્ટંટ કરતા નબીરાઓ સામે લાંબી ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે.સ્થાનિક પોલીસ પાસે રોજિંદુ કામ હોવાથી તેઓ રોજ નાકાબંધી કરીને વાહનચેકિંગ તેમજ કેફેમાં તપાસ કરી શકતી નથી. જેથી હવેથી અન્ય પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લેવામાં આવશે.

સિંધુભવન રોડ ખાણી-પીણીનું પણ મોટું બજાર બની ગયું છે. લોકો વૈભવી ગાડીઓમાં રસોડા બનાવીને ફૂટપાથ ઉપર ટેબલ-ખુરશી ગોઠવીને જમવાનું પીરસી રહ્યા છે. જેના કારણે લોકો મોડી રાત સુધી અહીં બેસી રહે છે. જો કે સોમવારથી શરૂ કરાયેલી ડ્રાઈવના ભાગરૂપે રાત્રેે 12 વાગ્યા પછી સિંધુભવન રોડ ઉપર કોઈને બેસવા દેવામાં આવશે નહીં.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles