Wednesday, April 22, 2026

અમદાવાદીઓને રાહત : સુભાષબ્રિજ રિપેરિંગ બાદ જાન્યુઆરી 2027માં ટુ વ્હીલરો અને હળવા વાહનો માટે શરૂ થશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ટ્રાફિકની જીવાદોરી સમાન અને સાબરમતી નદી પરના મહત્વપૂર્ણ સુભાષ બ્રિજ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ એક મોટો નિર્ણય લેતા 236 કરોડ રૂપિયાના ખર્ચે તેના રીડેવલપમેન્ટ અને વિસ્તરણના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.હયાત સુભાષબ્રિજને રિપેરિંગ કરીને આગામી 9 મહિનામાં ટુ વ્હીલરો અને હળવા વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે. જાન્યુઆરી 2027 સુધીમાં સુભાષબ્રિજ વાહનચાલકો માટે શરૂ કરી દેવામાં આવશે.

સુભાષબ્રિજના રીડેવલપમેન્ટ અને નવા બે લેન સાથે નવો બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત રકમ રૂ. 232 કરોડ હતી જેમાં 1.5 ટકા વધીને રૂ. 236 કરોડના ખર્ચે મંજૂરી આપવામા આવી છે. સુભાષબ્રિજને રીડેવલપમેન્ટ કરવામાં આવનાર છે, જેમાં હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવું બનાવવામાં આવશે જે પિલ્લર છે અને સબ સ્ટ્રક્ચર છે તેને મજબૂત બનાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ, હયાત સુભાષ બ્રિજને તોડી પાડી નવો બ્રિજ બનાવવાનું કામ બે ફેઝમાં પૂર્ણ થશે. ફેઝ-1ની કામગીરીમાં હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડી પાડી તેને સ્ટીલ સ્ટ્રક્ચરથી રિપ્લેસ કરવાની કામગીરી હાથ ધરાશે. ફેઝ 1માં હયાત સબ સ્ટ્રક્ચર અને ફાઉન્ડેશનને સ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરી કરવામાં આવશે. કમ્પોઝિટ સ્ટીલ ગર્ડર ટાઇપનું સુપરસ્ટ્રક્ચર તૈયાર કરાશે.

જ્યારે ફેઝ-2માં હયાત બ્રિજની બંને બાજુના લેવલે 2-2 લેનના નવા બ્રિજ (આઇકોનિક સ્ટીલ સ્ટ્રક્ચર ફસાડ લાઇટિંગ સાથે)ના નિર્માણ કરવાની કામગીરી હાથ ધરાશે. આ માટે ટેન્ડરની રકમ રૂ. 236,00,00,000 (જી.એસ.ટી સિવાય) ઇ.પી.સી ટેન્ડર નક્કી કરાઈ છે, જ્યારે સંપૂર્ણ પ્રોજેક્ટ અંદાજે રૂ.316,39,57,043ના ખર્ચે પૂર્ણ થવાનો તથા સંપૂર્ણ કામ 24 મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ લગાવાયો છે.

ફેઝ 1માં બ્રિજ બનાવવાની કામગીરી માટે 9 માસની સમયમર્યાદા તથા ફેઝ-2માં બંને બાજુ નવા 2+2 લેનના સેપરેટ સ્ટ્રક્ચરના બ્રિજ બનાવવાની કામગીરી સાથે કુલ 24 માસના સમયમાં કામગીરી પૂર્ણ કરવાનું AMCએ આયોજન કર્યું છે. ત્યારે 9 માસમાં ફેઝ 1નું કામ પૂર્ણ થતા સુભાષ બ્રિજ પર ફરી એકવાર રાબેતા મુજબ વાહનવ્યવહાર શરૂ થતા અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...