Wednesday, March 11, 2026

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ, સ્થાનિકને ઘરમાં ઘૂસી ઢીબી નાખ્યો, મહિલાને પણ ન છોડી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે, જાણે પોલીસની કોઇ બીક જ ન રહી હોય તેમ અસામાજિક તત્વો દ્વારા શહેરીજનોને ધાકધમકી આપી, મારને કે ઝઘડા કરીને પરેશાન કરવામાં આવી રહ્યા છે.આવો જ એક કિસ્સો વધુ એક વાર પ્રકાશમા આવ્યો હતો. જેમાં શહેરના સરદારનગરમાં લુખ્ખા તત્વોના ત્રાસને લઇ લોકોને હાલાકી વેઠવાની વારી આવી છે. વિસ્તારના નિલકંઠ ફ્લેટમાં લુખ્ખા તત્વોએ સ્થાનિકને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. જેમાં જાહેરમાં મહિલાઓને માર્યા હોવાનો વીડિયો વાઇરલ થતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના સરદારનગરમાં નિલકંઠ ફ્લેટમાં લુખ્ખા તત્વોના ત્રાસને લઇ લોકોને હાલાકી વેઠવાની વારી આવી છે. વિસ્તારના નિલકંઠ ફ્લેટમાં લુખ્ખા તત્વોએ સ્થાનિકને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો.ઉપરાંત પોલીસની રહેમનજર હેઠળ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે, ત્યારે આ જ લુખ્ખા તત્વો દ્વારા ઘરમાં ધુસીને મારામારી કરવામાં આવતા પોલીસ અને શહેરના તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી છે.

મળતી માહિતી મુજબ શહેરના આ વિસ્તારોમાં પોલીસની રહેમરાહે ચાલી રહેલા દારૂ અને જુગારના અડ્ડાના કારણે સ્થાનિકો પરેશાન થઇ ચુક્યા છે.જાહેરમાં મહિલાઓને માર્યા હોવાનો વીડિયો વાઇરલ થતા પોલીસ દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે તે જોવું રહ્યું, વીડિયોમા એક મહિલા અન્ય મહિલાને પણ મારી રહેલી નજરે ચઢે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...