Tuesday, May 5, 2026

અમદાવાદમાં હવે વાહનોમાંથી થુંકનારાની ખેર નથી! ઘરે આવશે મેમો, જાણો શું છે દંડ?

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે.અમદાવાદના જાહેર રસ્તા ઉપર પાન-મસાલા ખાઈ ગંદકી કરનારાઓના ફોટા સાથે તેમના ધરે ઈ-મેમો મોકલી પેનલ્ટી વસૂલ કરવા મ્યુનિસિપલ તંત્રે નિર્ણય કર્યો છે.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા CCTV કેમેરાનો ઉપયોગ કરી રોડ ઉપર થૂંકીને ગંદકી કરનારા વ્યકિતનો વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં વાઈરલ કરાશે.જાહેરમાં પાનની પીચકારી મારનારની હવે ખેર નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વાહનના દરવાજા કે કાચ ખોલી થુંક્યાં તો ઘરે મેમો આવી જશે. હવે તમારા મનમાં એક સવાલ થશે કે વાહનોમાંથી થૂંકતા લોકોને કેવી રીતે પકડશો? તો અમે તમને જણાવી દઈએ કે તેના માટે કોઈ અલગથી પોલીસ ફાળવવામાં આવશે નહીં. શહેરના CCTV કેમેરા વડે કંટ્રોલરૂમમાંથી નજર રાખવામાં આવશે અને ગાડીમાંથી થુંકતા લોકોના ઘરે મેમો આપવામાં આવશે. ફરી એકવાર આ ઝુંબેશ હાથ ધરાશે.

પાન-મસાલાની પિચકારી મારનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા જાહેરમાં થુંકનારા આવા લોકો પાસેથી દંડ વસુલવામાં આવશે. ગંદકી ફેલાવતા લોકોને CCTVની મદદથી પકડવામાં આવશે. જાહેરમાં થૂંકનારાઓને પકડવા સ્માર્ટ CCTVની મદદ લેવાશે. વાહન પર જતાં થૂંકનારને રૂપિયા 100નો દંડ વસુલવામાં આવશે. જો કોઇ વ્યક્તિ CCTVથી પકડાય તો ઈ-મેમોથી નોટિસ ઘરે મોકલાશે. ઈ-મેમો દ્વારા રૂપિયા 100નો દંડ વસૂલવામાં આવશે.

અમદાવાદના વિવિધ જાહેર રસ્તા ઉપર પાન-મસાલા ખાઈ રોડ ઉપર ગંદકી કરનારા બે હજારથી વધુ લોકોના ઘેર પાંચ મહિનામાં ઈ-મેમો મોકલવામાં આવ્યા છે. વર્ષ-2023માં 2750 થી વધુ લોકોના ઘેર ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...