Tuesday, September 22, 2026

અમદાવાદમાં વધુ એક બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત, 11 વર્ષના બાળકનું મોત, પોલીસ લખેલી કારે મારી ટક્કર

spot_img
Share

અમદાવાદ : શહેરમાં અકસ્માતના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે મીઠાખળી પાસે એક કારચાલકે પૂરપાટ ઝડપે પાંચ લોકોને અડફેટ લીધા હતા.જેમાં એક મહિલાનું મોત થયું હતું.ત્યારે આજે ફરીથી ચાંદખેડામાં પોલીસના નેમ પ્લેટ વાળી કારે લોડીંગ રીક્ષાને ટક્કર મારી હતી.જેના કારણે લોડીંગ રીક્ષા પલટી ખાઈ પડી હતી.આ દરમિયાન લોડીંગ રીક્ષામાં બેઠેલા 11 વર્ષના કિશોરનું મોત થયું છે. આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.પોલીસનું કહેવું છે કે આરોપી પોલીસમાં નથી તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડા IOC રોડ ઉપર સ્નેહા પ્લાઝાની સામે ગંગારામ ગુર્જર તેમના 11 વર્ષના કિશોરને શંકરને લોડીંગ ટેમ્પામાં બેસાડીને લઈ જઈ રહ્યા હતા.આ દરમિયાન એક ટીયાગો ગાડી જેમાં આગળના ભાગે પોલીસ લખેલી નેમ પ્લેટ પડી હતી.તે ગાડીએ પુરપાટ ઝડપે લોડીંગ રીક્ષાને ટેક્ટર મારી હતી.લોડીંગ રીક્ષાને ટક્કર વાગતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી,જેના કારણે રિક્ષામાં સવાર પિતા પુત્ર નીચે પડ્યા હતા.લોડીંગ રીક્ષા 11 વર્ષના કિશોર પર પડતા ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.

કિશોરનું અકસ્માતમાં સ્થળ પર જ મોત થયું હતું.જ્યારે કિશોરના પિતા ગંગારામ ગુર્જરને ઇજા પહોંચી છે.બનાવ બનતા આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.આ બનાવમાં પોલીસની નેમ પ્લેટ લખેલી કાર ચલાવનાર વ્યક્તિ તરુણ પરમાર નામનો હોવાનું સામે આવ્યું છે.આરોપી તરુણ પરમાર અમદાવાદના મણીનગરમાં રહે છે અને મારુતિ કુરિયર કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.જોકે કારની આગળ જે પોલીસ લખેલી નેમ પ્લેટ પડી હતી તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...