Monday, September 21, 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી ઝુંબેશ, સોશિયલ મીડિયામાં છરી-બંદૂક સાથે પોસ્ટ કરનારા 11 શખ્સો સામે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : સોશિયલ મીડિયામાં અત્યારે શાંતિનો ભંગ થાય તેવી વીડિયો બનાવીને પોસ્ટ કરી રહ્યાં છે, આવા વીડિયો સોશિયલ મીડિયામાં તરત વાયરલ પણ થઈ જતાં હોય છે. આવા લોકો અન્ય લોકો માટે જોખમ ઊભું કરતા હોય છે. જેથી આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવી ખુબ જ અનિવાર્ય છે. જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં આવા લોકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં હથિયારો સાથે રીલ્સ બનાવનારાને ચેતવણી આપી દીધી છે. સોશિયલ મીડિયામાં વાંધાનજક પોસ્ટ મૂકીને ભયનો માહોલ પેદા કરનારા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તલવાર, બંદૂક કે અન્ય ઘાતક હથિયારથી કેક કાપવી, ભયનો માહોલ ફેલાઈ તેવી રીતે વાહન ચલાવીને રીલ બનાવીને પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે.અમદાવાદ પોલીસ દ્વારા 11 શખ્સો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે જાહેરમાં હથિયારો રાખનારા સામે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે નાગરિકો માટે એક નંબર જાહેર કર્યો છે. આ નંબર દ્વારા જાહેરમાં હથિયારો સાથે જોવા મળતાં કે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકનારા લુખ્ખા તત્વોની જાણકારી આપનારા નાગરિકોને ઇનામ આપવામાં આવશે.

નોંધનીય છે કે, આ પ્રકારની વાંધાજનક વીડિયોની માહિતી ક્રાઈમ બ્રાન્ચના 6359625365 વોટ્સએપ નંબર આપી શકાશે. સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા મોનીટરીંગ સેલની ટીમ આ પ્રકારની પોસ્ટ પર સતત વોચ રાખી રહી છે. લોકોને પણ ક્યાય આવી પોસ્ટ દેખાય તો પોલીસને જાણ કરવા માટે પોલીસ દ્વારા નંબર આપવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે, દરેક જગ્યાએ પોલીસ પહોંચી શકવાની નથી જેથી કરીને સામાન્ય લોકોએ પણ પોલીસની મદદ કરવી જોઈએ અને આવો વીડિયો કે, ફોટો દેખાય તો તેની જાણકારી પોલીસ સુધી પહોંચાડવી જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...