Monday, September 21, 2026

અમદાવાદના આ વિસ્તારોમાં ચેઇન સ્નેચરોનો તરખાટ, મોઢા પર રૂમાલ બાંધીને આવેલા શખ્સો ચેઈન ખેંચી ફરાર!

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ફરી એક વાર ચેઇન સ્નેચીંગની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. તાજેતરમાં શહેરના ચાંદખેડા અને નરોડા પોલીસ મથકે ચેઇન સ્નેચીંગની વધુ બે ઘટના નોંધવામાં આવી છે. ચાંદખેડામાં મોર્નિગ વોક માટે નીકળેલી વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચીને ગઠીયા ફરાર થઇ ગયા હતા. જ્યારે નરોડા પાસે વોક માટે નીકળેલા વૃદ્ધના ગળામાંથી રૂદ્રાક્ષની માળા ખેંચીને સ્નેચર્સ નાસી ગયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ચાંદખેડા અને નરોડા વિસ્તારમાં ચેઇન સ્નેચીંગની બે ઘટનાઓ પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં ચાંદખેડા વિસ્તારમાં મોર્નિગ વોક માટે નિકળેલી વૃદ્ધાના ગળામાંથી બે શખ્સોએ 40 હજારની ચેઇન ખેંચીને લઇ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા મેપલ પરમેશ્વર ફ્લેટ્સમાં રહેતા રજત સિંઘે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ચેઇન સ્નેચિંગની ફરિયાદ કરી છે.

અન્ય બનાવમાં નરોડા વિસ્તારના વ્યાસવાડી પાસે આવેલા કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા મૌલિક વ્યાસે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગની ફરિયાદ કરી છે.થોડા દિવસ પહેલા તેમના પિતા સુર્યકાંતભાઇ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે ટુ વ્હિલર પર બે શખ્સો મોઢા પર રૂમાલ બાંધીને 2.10 લાખ રૂપિયાની રૂદ્રાક્ષની માળા ખેંચીને લઇ ગયા હતા.આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...