Sunday, April 19, 2026

ટૂંક સમયમાં ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો ટ્રેન સુવિધાનો થશે પ્રારંભ, ટ્રાયલ શરૂ

spot_img
Share

ગાંઘીનગર : અમદાવાદ અને ગાંધીનગરના લોકોને ટૂંક સમયમાં મેટ્રો ટ્રેનની સુવિધા સચિવાલય સુધી મળશે.અમદાવાદમાં ઉતર-દક્ષિણમાં મોટેરાથી એપીએમસી માર્કેટ અને પૂર્વ-પશ્ચિમમાં વસ્ત્રાલથી થલતેજ ગામ સુધીના વિસ્તારોને સફળતાપૂર્વક આવરી લીધા બાદ, હવે મેટ્રો રેલ અમદાવાદ-ગાંઘીનગર ફેઝ 2માં આવતા તમામ સ્ટેશનોને આવરી લેવા માટે તૈયાર છે. ફેઝ-2માં ગાંધીનગર સેકટર 1 સુધી દોડતી મેટ્રો રેલ આગામી થોડાક દિવસોમાં જ સચિવાલય સુધી દોડતી જોવા મળશે. હાલ ગાંધીનગર સેકટર 1થી સચિવાલય સુધી મેટ્રો રેલની ટ્રાયલ રન યોજાઈ રહી છે.

ગુજરાત મેટ્રો ટ્રેન રેલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર સચિવાલય સુધી ટ્રાયલ શરૂ કરાયો છે, આ ટ્રાયલ સફળ થયા બાદ મેટ્રો ટ્રેન ટૂંક સમયમાં સચિવાલય સુધી શરુ કરવામાં આવશે. આગામી થોડાક દિવસોમાં મેટ્રો રેલ ફેઝ 2 સચિવાલય સુધી દોડતી જોવા મળશે, હાલમાં ગાંધીનગરના સેકટર 1 સુધી દોડતી મેટ્રો રેલ, સચિવાલય સુધી નિયમિતપણે દોડાવવા માટે, ટ્રાયલ લેવાઈ રહી છે.ગાંધીનગર સેકટર એકથી લઈને સચિવાલય સુધીમાં કુલ બે મેટ્રો સ્ટેશન આવે છે. જેમાં એક છે સેકટર 10 અને બીજુ છે સચિવાલય.

અમદાવાદ મેટ્રો ફેઝ 2 અંતર્ગત મેટ્રો રેલ, અમદાવાદના સાબરમતી મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના વિસ્તારને આવરી લેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...