Wednesday, April 29, 2026

અમદાવાદમાં આગની ઘટનાઓ લઈને જિલ્લા શિક્ષણાધિકારી એક્શનમાં, શાળાઓને અપાઈ આ સૂચનાઓ

spot_img
Share

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી આગઝરતી ગરમીના કારણે શહેરમાં આગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. અને હાઈરાઈઝ્ડ બિલ્ડિંગોમાં લાગતી આગના કારણે લોકોના જીવ તાળવે ચોંટી જાય છે અને આવી બિલ્ડિંગોમાંથી નાના બાળકોને બચાવવાના ભયાવહ દૃશ્યો પણ સામે આવી રહ્યાં છે. ત્યારે આવી આગ અકસ્માતની ઘટનાઓને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી એક્શનમાં આવ્યા છે અને ફાયર NOC વગરની 10 જેટલી શાળાઓને નોટિસ ફટકારી છે. તેમજ આગ અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈને શાળાઓને વાયરિંગ ચેક કરી લેવા, શાળાઓમાં ચાલતી લેબોરેટરીમાં પણ સલામતીના પગલાં લેવા આદેશ કર્યો છે.

ઉનાળાની ઋતુમાં સમગ્ર રાજ્યની સાથે અમદાવાદ જિલ્લામાં અત્યંત ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ સહિત વિવિધ કારણોસર આગ લાગવાના બનાવો બનવાની સંભાવનાઓ વધી જાય છે. જેથી અગમચેતીના ભાગ રૂપે શાળાના તમામ વીજ ઉપકરણો તેમજ સંપૂર્ણ વાયરિંગની ચકાસણી કરી લેવા અને શોર્ટ સર્કિટનો કોઈ બનાવ ન બને તે માટે ચકાસણી કરી લેવા ડીઇઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં શોર્ટ સર્કિટ અટકાવવા માટે યોગ્ય વિદ્યુત પ્રણાલીની જાળવણી, સર્કિટ બ્રેકર અને ફ્યુઝનો ઉપયોગ, સારું ઇન્સ્યુલેશન અને ઓવરલોડિંગ સર્કિટ વગેરે બાબતોએ ચકાસણી કરીને જો કોઈપણ પ્રકારની ખામી જણાય તો તાત્કાલિક યોગ્ય તે રિપેરિંગ કરાવી લેવા જણાવાયું છે. શાળામાં ફાયર સેફ્ટી સાધનો ચાલુ હાલતમાં હોય, તેમજ તેની એક્સપાયરી તારીખની પણ ખાસ ચકાસણી કરવા જણાવાયું છે. શાળાની કોઈપણ પ્રકારની બેદરકારીને લઈને કોઈપણ અનિચ્છનીય બનાવ બનશે તો નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શહેરમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે અને અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી કૃપા ઝા દ્વારા તમામ શાળાઓનું વાયરિંગ ચકાસી લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...