Monday, October 12, 2026

અંબાજી ખાતે ગબ્બર પર ત્રણ દિવસ દર્શન અને રોપ-વે સેવા બંધ રહેશે, જાણો શું છે કારણ?

spot_img
Share

અંબાજી : ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર 3 દિવસ દર્શન અને રોપ વે સેવા બંધ કરવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણય પાછળ કારણ એ છે કે, ગત 2 દિવસ પહેલા મહેસાણા અને અમદાવાદના શ્રદ્ધાળુઓ દર્શાનાર્થે આવ્યા હતા, ત્યારે ગબ્બર પર અચાનક ભમરા ઉડ્યા હતા અને 25 લોકોને ડંખ માર્યા હતા. આ બનાવ બાદ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા આગામી 15 થી 17 એપ્રિલ સુધી દર્શન અને રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે હવે મધપૂડા ઉડાડવાની કામગીરી હાથ ધરાશે.

મળતી માહિતી મુજબ, મંદિર ટ્રસ્ટે જણાવ્યા મુજબ, અંબાજીમાં થોડા દિવસ પહેલા ગબ્બર દર્શન વખતે શ્રદ્ધાળુઓને ભમરા કરડ્યા હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 3 દિવસ ગબ્બર દર્શન 51 શક્તિપીઠ પરિક્રમા અને રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગબ્બર માર્ગ ઉપર અને પરિક્રમા માર્ગ ઉપર વિવિધ જગ્યા ઉપર અનેક લાગેલા મધપૂડા ઉડાડવાની કામગીરી ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. અંબાજી ટ્રસ્ટ દ્વારા 15થી 17 એપ્રિલ સુધી ગબ્બર દર્શન અને રોપ વે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે મધપૂડા ઉડાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 18 એપ્રિલથી ગબ્બર દર્શન રાબેતા મુજબ શરૂ થશે.

યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના પ્રાગટ્યસ્થાન એવા ગબ્બર પર્વત ઉપર માના સ્થાનકે આવતા શ્રધ્ધાળુઓને પર્વતની શીલાઓ ઉપર બેઠેલા ભમરિયા મધની માખીઓ કરડવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આજ રોજ ગબ્બરના પહાડમાં મધમાખીના છત્તામાંથી ભમરા ઉડતાની સાથે જ 25થી વધુ યાત્રીકોને ડંખ માર્યા હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાને પગલે 108ને કોલ કરાતાં ત્રણ જેટલી એમ્બ્યુલન્સ દોડતી થઇ હતી. 20થી 25 જેટલાં યાત્રીકોને ભમરા ડંખતા અંબાજીની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

મધમાખીના ઉપદ્રવનું મુખ્ય કારણ કાળજાળ ગરમી હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. મધપૂડા ઉડાડવાની કામગીરીને પગલે અંબાજીમાં આગામી 3 દિવસ ગબ્બર દર્શન અને રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...