Wednesday, April 29, 2026

ગુજરાત સહિત 5 રાજ્યોના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા લગાવ્યો પ્રતિબંધ !!!

spot_img
Share

અમદાવાદ : ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા હજારો વિદ્યાર્થીઓને ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાએ યુપી અને બિહાર સહિત દેશના પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓ માટે સ્ટડી વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમજ તેમના પર વિઝા દસ્તાવેજોમાં છેતરપિંડી કરવાનો અથવા તો વિઝાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત એવો પણ આરોપ છે કે આ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં સ્ટડી વિઝા પર ફુલ ટાઈમ કામ કરી રહ્યા છે. યુપી અને બિહાર ઉપરાંત, જે રાજ્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં પંજાબ, હરિયાણા અને ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બે વર્ષ પહેલાં પણ ઓસ્ટ્રેલિયાએ આ પાંચ રાજ્યો પર પ્રતિબંધ લાદ્યો હતો, જો કે, પછીથી તેમાં છૂટછાટ આપવામાં આવી હતી.

અમેરિકા અને કેનેડામાં વિઝા પ્રતિબંધોને કારણે, મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા તરફ વળી રહ્યા હતા. હકીકતમાં, અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના વિઝા અસ્વીકારનું પ્રમાણ વધીને 24 ટકા થયું છે, જે છેલ્લા દાયકામાં સૌથી વધુ છે. કેનેડામાં પણ આવી જ પરિસ્થિતિ છે. આવી સ્થિતિમાં, ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની આશા રાખતા હતા, પરંતુ હવે તેમને ત્યાંથી પણ મોટો આંચકો લાગ્યો છે. એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન રિપ્રેઝન્ટેટિવ્સ ઇન ઇન્ડિયા (AAERI) એ ભારતના મિત્ર દેશોમાંના એક ઓસ્ટ્રેલિયાના આ પગલાને ખોટું ગણાવ્યું છે અને કહ્યું છે કે જો ઓસ્ટ્રેલિયાએ આ કરવું જ પડે, તો કેસ-બાય-કેસ આધારે મૂલ્યાંકન કરવું જોઈએ.

બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે વિઝા પર પ્રતિબંધ મૂકવા માટે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવેલ તર્ક એ છે કે આ રાજ્યોના વિદ્યાર્થીઓ પૂર્ણ-સમય અભ્યાસ માટે દેશમાં આવે છે, પરંતુ અહીં તેઓ વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ લે છે, કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરતા નથી અને ફક્ત અહીં કામ કરવા માટે વિઝા લે છે. આનાથી યુનિવર્સિટીઓની વિઝા મંજૂરી પર નકારાત્મક અસર પડી રહી છે. તેમની પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાઓની નાણાકીય સ્થિતિ પણ કથળી રહી છે.

ઓસ્ટ્રેલિયાની ઘણી સંસ્થાઓ, જેમાં વિક્ટોરિયા યુનિવર્સિટી, વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, વોલોંગોંગ યુનિવર્સિટી, ટોરેન્સ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, તેમણે આ પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓ માટે અરજી પ્રક્રિયા બંધ કરી દીધી છે અથવા તેના પર કડક નિયંત્રણો લાદ્યા છે. આ પહેલા પણ એડિથ કોવાન યુનિવર્સિટીએ ફેબ્રુઆરી 2023માં પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. વિક્ટોરિયા યુનિવર્સિટીએ યુપી, રાજસ્થાન અને ગુજરાત સહિત ભારતના આઠ રાજ્યોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ નિર્ણય પાછળ, ઓસ્ટ્રેલિયન સરકારે સ્પષ્ટતા કરી છે કે તે કોઈપણ દેશના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધો લાદતી નથી. આ યુનિવર્સિટીઓનો નિર્ણય છે; તેમને પોતાના જોખમ વ્યવસ્થાપનના આધારે આવા નિર્ણયો લેવાની સ્વતંત્રતા છે. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલે અગાઉ વિદ્યાર્થીઓને સ્થળાંતર એજન્ટોના પ્રભાવ હેઠળ ખોટી માહિતી સાથે અરજી ફોર્મ ભરવા સામે ચેતવણી આપી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...