Monday, September 21, 2026

અમદાવાદમાં નવનિર્મિત બાલવાટિકા તૈયાર, 22 એક્ટિવિટીની મજા મુલાકાતીઓ માણી શકશે, તો એન્ટ્રી ફી કેટલી?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓના ફરવા લાયક સ્થળોમાં પ્રખ્યાત એવા કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીડેવલોપમેન્ટ કરવામાં આવી છે. અમદાવાદમાં આવેલા કાંકરિયા તળાવ ખાતે બાલવાટિકામાં પ્રવેશવાની ફી નક્કી કરવામાં આવી છે. જેમાં નવા ભાવ મુજબ બાલવાટિકાના મુલાકાર્થીઓને 50 રૂપિયા એન્ટ્રી ફી આપવી પડશે. નવનિર્મિત બાલવાટિકા 21 જેટલી અલગ-અલગ એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં વિવિધ આકર્ષણોનો ટિકિટ દર રૂ.60 થી 450 સુધી રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં કાંકરિયા ઝુ ખાતા હસ્તક આવેલી નવનિર્મિત બાલવાટિકા તૈયાર છે, ત્યારે એન્ટ્રી ફીમાં વધારો કરાયો છે. બાલવાટિકાનું પીપીપીના ધોરણે રીડેવલોપમેન્ટ, મોર્ડનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂ. 22 કરોડના ખર્ચે બાલવાટિકાને કોન્ટ્રાક્ટર દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. બાલવાટિકામાં એન્ટ્રી ફી રૂ. 50 રાખવામાં આવી છે જેમાં કોઈન હાઉસ, કાચનું ઘર (AC), શુહાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લો સ્ટેશન માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં.

સ્નો પાર્કની એન્ટ્રી ફી 450 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનિય છે કે શાળાઓ પૂર્ણ થવાના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ટૂંક સમયમાં કાંકરિયા ખાતે મુલાકાતીઓની ભીડમાં વધારો થનાર છે.નવનિર્મિત બાલવાટિકામાં ડાયનાસોર અને હેરણ ટ્રેન, લેઝી રિવર, ભૂલ ભૂલૈયા, ફલાઇંગ થિયેટર, એડવેન્ચર રાઇડસ, ગ્લાસ ટાવર સ્નો-પાર્ક, સહિતના નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે.પહેલા મહાનગરપાલિકાને વાર્ષિક 10 લાખની આવક થતી હતી. જ્યારે હવે નવનિર્મિત બાલવાટિકાની એન્ટ્રી ફી અને એક્ટિવિટી વધારી છે, ત્યારે તેમાંથી 40 લાખથી વધુ આવક થવાની AMCનો અંદાજ છે.

પહેલા આ જૂની બાલવાટિકાની ટિકિટ માત્ર 3 રૂપિયા હતી. ત્યારબાદ તેમાં રિનોવેશન બાદ નવી એક્ટિવિટીને કારણે ટિકિટ દર વધારાયો હોવાનું એએમસીના રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું છે. તેઓના વધુમાં જણાવ્યા મુજબ રિક્રિએશનના કારણે બાલવાટિકામાં 22 એક્ટિવિટીની મજા મુલાકાતીઓ માણી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...