Monday, September 21, 2026

અમદાવાદમાં આ 15 જગ્યાએ યોજાશે મોકડ્રીલ, મોક ડ્રીલ દરમિયાન શું કરવું અને શું ન કરવું?

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં આવતીકાલ 7 મે 2025ના રોજ યોજાનાર સિવિલ ડીફેન્સ મોક ડ્રીલના આયોજનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ચીફ સેકેટરી પંકજ જોષી, એ.સી.એસ. હોમ એમ. કે. દાસ અને ડી.જી.પી. વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યાં હતા.

મોકડ્રીલ દરમિયાન સાયરનથી ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (1) વોર્નિંગ સિગ્નલ એટલે કે સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. ઓલ ક્લીયર સિગ્નલ જે ટૂંકો અને એક ધારી સાયરન વાગશે જે ખતરો પસાર થઈ ગયો છે તેમ દર્શાવે છે.

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના આશરે 15 સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર અને ગ્રામ્યના વિવિધ જાહેર સ્થળોએ મોકડ્રીલ અંતર્ગત સિવિલ ડિફેન્સની ગાઇડલાઈન અનુસારના વિવિધ ઇન્સ્ટોલેશન્સમાંથી કેટલાંક ઇન્સ્ટોલેશન્સ પર્ફોર્મ કરવામાં આવશે.અમદાવાદ જિલ્લામાં પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, ફાયર સ્ટેશન, પાવર સ્ટેશન, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો, ભીડભાડવાળા વિસ્તારો, મંદિરો જેવાં સ્થળોએ સાયરન વગાડવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ અંગે તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.

સાંજે 7.30થી 8 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે. બ્લેકઆઉટ દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોની તમામ લાઇટ બંધ કરવી અથવા તેને ઢાંકી દેવી જરૂરી છે. વીજળીનો પ્રકાશ બહાર સહેજે પણ ના દેખાય તેની તકેદારી રાખવી, પ્રકાશનો લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.

જિલ્લા વહીવટીતંત્રે લોકોને મોક ડ્રીલ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ઘરો અને દુકાનોમાં સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી ઇન્વર્ટરનો ઉપયોગ કરીને લાઇટનો ઉપયોગ ન કરવો જોઈએ. તે જ સમયે, જો તમે કાર દ્વારા રસ્તા પર મુસાફરી કરી રહ્યા છો, તો તમારા વાહનને બાજુમાં રોકો અને તેની લાઇટ પણ બંધ કરો.

મોક ડ્રીલ દરમિયાન હોસ્પિટલોને લાઈટ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. હોસ્પિટલોમાં વીજળી કાપ દરમિયાન બેકઅપ અથવા ઇન્વર્ટરનો ઉપયોગ કરી શકાય છે. તેમણે લોકોને ગભરાવાની નહીં તેવી અપીલ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘આ ફક્ત એક રિહર્સલ છે. આ દ્વારા, કટોકટીની પરિસ્થિતિઓ ટાળવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.’

રાજ્યના જે જિલ્લાઓમાં આ મોકડ્રીલ થવાની છે તેમાં, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચીમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, નવસારી, નર્મદા, ડાંગ અને મોરબી એમ કુલ-18 જિલ્લામાં મોકડ્રીલ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...