Tuesday, April 28, 2026

ગુજરાત પોલીસની નવી પહેલ ! સોશિયલ મીડિયા મારફતે માત્ર એક ક્લિકથી મળશે દરેક સમસ્યાનો ઉકેલ

spot_img
Share

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન પહેલ – GP-SMASH (ગુજરાત પોલીસ – સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ)નો 1 માર્ચ 2025થી આરંભ કર્યો છે.

GP-SMASH શું છે?
GP-SMASH એ ગુજરાત પોલીસનો એક સોશિયલ મીડિયા મોનિટરિંગ અને અવેરનેસ પ્રોજેક્ટ છે, જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર રજૂ થતી ફરિયાદો, ચિંતાઓ અને સૂચનોને સંવેદનશીલ રીતે સાંભળી, તેને યોગ્ય અધિકારીઓ સુધી ઝડપથી પહોંચાડીને સમયસર ઉકેલ લાવવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સ્તરે એક ડેડિકેટેડ ટીમ 24*7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોલીસ વિભાગને લગતી પોસ્ટ્સ, ગુનાઓ અને સારા કાર્યોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ કરે છે.

કઈ રીતે કામ કરે છે GP-SMASH?
ગુજરાત પોલીસના X હેન્ડલ પર ટેગ કરાયેલી પોસ્ટ્સને ગણતરીની મિનિટોમાં જવાબ આપવામાં આવે છે. આ પોસ્ટ્સ લો એન્ડ ઓર્ડર, ટ્રાફિક, પ્રોહિબિશન, સાયબર ફ્રોડ કે સરકારી અધિકારીઓના દુર્વ્યવહાર જેવા મુદ્દાઓ સાથે સંકળાયેલી હોય, તો તેને તાત્કાલિક સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડાને ટેગ કરી, તપાસ અને કાર્યવાહી માટે સૂચના આપવામાં આવે છે. આ ઉપરાંત, સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો પણ તે જ પોસ્ટ પર કોમેન્ટ દ્વારા અપડેટ કરવામાં આવે છે. આ પ્રક્રિયાનું રાજ્ય, રેન્જ અને જિલ્લા સ્તરે સતત મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી ઝડપી અને પારદર્શક નિરાકરણ સુનિશ્ચિત થાય.

ત્રણ મહિનામાં 310 ફરિયાદો ઉકેલાઈ
લો એન્ડ ઓર્ડર ડીઆઈજી દીપક મેઘાણીના નેતૃત્વમાં GP-SMASH ટીમે 1લી માર્ચથી 31મી મે, 2025 દરમિયાન 335 નાગરિક રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી હતી. આમાંથી 310થી વધુ પ્રશ્નોનું ગણતરીના કલાકોમાં નિરાકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસને આ ઝડપી કામગીરી માટે ફરિયાદી પરથી સકારાત્મક ફીડબેક મળ્યા છે, જે નાગરિકોના વિશ્વાસ અને સુરક્ષાની ભાવનામાં વધારો દર્શાવે છે.

GP-SMASH માત્ર ડિજિટલ મોનિટરિંગ પૂરતું મર્યાદિત નથી, પરંતુ એક જવાબદાર અને ટેકનોલોજીથી સંલગ્ન પોલીસ વ્યવસ્થા તરફનું મજબૂત પગલું છે. GP-SMASH પહેલ થકી ગુજરાત પોલીસ નાગરિકોની નજીક લાવી, “પોલીસ માત્ર એક ક્લિક દૂર” હોવાનો અહેસાસ કરાવ્યો છે. સોશિયલ મીડિયા પર રજૂ થતા પ્રશ્નો હવે માત્ર “ટ્રેન્ડ” નથી રહેતા, તેના પર તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. તમે પણ ગુજરાત પોલીસના ઓફિશિયલ X એકાઉન્ટ @GujaratPolice ઉપર ટેગ કરીને તમારી સમસ્યાની રજૂઆત કરી શકો છો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...