Tuesday, July 14, 2026

સરકારનો મોટો નિર્ણય : એક કલાકમાં હાજર થાઓ સરકારી બાબુઓ, હવે મીટિંગના બહાના નહિ કાઢી શકે

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને લાભ પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે સરકારી વિભાગોમાં કામ કરતી અરજદારોની કાર્યરત પ્રક્રિયાઓ પર અને મીટિંગની લંબાઈ પર સાવધાની રાખવી પડશે.કેમ કે, સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી છે કે, સરકારી અધિકારીઓની મીટિંગ હવે 1 કલાકથી વધુ નહીં ચાલે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે હવે સરકારી અધિકારીઓના મીટિંગ 1 કલાકથી વધુ સમય સુધી નહી ચાલે. મીટિંગ શરૂ થવાની હોય એની 5 મિનિટ પહેલાં જ તમામ અધિકારીઓને હાજર થઈ જવું પડશે. બહારગામના અધિકારીઓને વર્ચ્યુઅલી જોડાવાનું કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સમય અને નાણાંની બચત સાથે હવે વહીવટમાં ઝડપ આવશે.

આ અગાઉ, અનેકવાર મીટિંગો ઘણા કલાકો સુધી ચાલતી હતી, જેના પરિણામે અરજદારોના કામમાં વિલંબ થતો હતો. સરકારી કાર્યમાં આ વિલંબને દૂર કરવા માટે મીટિંગના સમયને 1 કલાક સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે.કોઈપણ મીટિંગ શરૂ થતી પહેલા પાંચ મિનિટમાં તમામ અધિકારીઓને હાજર રહેવું પડશે, અને દરરોજ મીટિંગો વચ્ચે સમય બચાવવાનું મહત્વ આપવામાં આવ્યું છે.

આ નિર્ણયથી સમય અને નાણાંની બચત થાય છે, અને એક્શન ટાઈમ વધારે થશે. પાછલા 3 વર્ષમાં મીટિંગ અને નાસ્તા માટે 2.5 કરોડ રૂપિયા ખર્ચ થતા હતા, પરંતુ હવે આ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.ગુજરાત રાજ્ય સરકારે આ નિર્ણયને અમલમાં લાવતાં હવે સરકારી બાબુઓની મીટિંગનું બહાનું ન ચાલે, અને નાગરિકોનું એક કલાકમાં કામ સરળતાથી પૂર્ણ થશે!

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...