Tuesday, April 28, 2026

અમદાવાદના આ 147 સ્પોટ પર આ વર્ષે વરસાદી પાણી ભરાશે, હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરી શકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સહેજ પણ વધારે વરસાદ પડે એટલે સ્થિતિ બગડી જાય. ચારેતરફ પાણી ભરાવાની અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ આ વર્ષે સ્થિતિ કંઈ સુધરી નથી. અમદાવાદના અનેક વિસ્તારો એવા છે જ્યાં આ વર્ષે સો ટકા પાણી ભરાવવાની શક્યતા છે તો આવા 147 વિસ્તારોનું લિસ્ટ સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 ઝોનમાં રહેતા નાગરિકો માટે ચોમાસાની સમસ્યામાં કોઈ તકલીફ ન પડે તે માટે ફરિયાદ નંબર જાહેર કરાયો છે. દરેક ઝોન મુજબ અલગ અલગ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લોકો ચોમાસા દરમિયાન પાણી ભરાવા, વૃક્ષ પડી જવું, મકાન પડી જવું, હોર્ડિંગ્સ પડી જવા તથા ભયજનક સ્થિતિમાં મદદ માટે ફોન કરી શકે છે.

અમદાવાદમાં ચોમાસામાં વરસાદની પાણીના નિકાલ માટે 68443 કેચપિટ ત્રણ વખત સાફ કરવા રૂપિયા 1.18 લાખ કરોડથી વધુનો ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. ત્યારે બીજા તબક્કામાં હજુ 48691 કેચપીટ સાફ કરવાની બાકી છે. વર્ષ 2024 માં વરસાદી પાણી ભરવાના 124 સ્પોટ હતા. પરંતું આ વર્ષે કોર્પોરેશન સમયસર કામગીરી પૂરી કરે તેવી શક્યતા નથી. તેથી વરસાદી પાણી ભરાવાના 147 સ્પોટ થઈ ગયા છે. આ સ્પોટ પર આ વર્ષે પણ સો ટકા પાણી ભરાવાનું અને લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી શકે છે.

વરસાદી પાણી ભરાતા હોય તેવા સ્પોટ
વ્યાસવાડી રોડ (નરોડા),
ગોદાણી સર્કલ (સરસપુર),
જનરલ હોસ્પિટલ રોડ (સરસપુર),
મંછાની મસ્જિદ (સરસપુર),
138 બસસ્ટેન્ડ (બાપુનગર),
શ્રીનંદનગર (સોનલ રોડ),
મકરબા પોલીસ હેડ ક્વાર્ટ્સ,
એઈસી નારણપુરા,
નવરંગ સર્કલ (નારણપુરા),
માણેકબાગ, મોટેરા,
હીરાબાગ (પાલડી),
ઉત્તમ નગર, ચમકયુના રોડ,
ત્રિકમલાલ ચાર રસ્તા, હાટકેશ્વર ચાર રસ્તા,
મધુમાલતી (નિકોલ), ઓઢવ ફાયર સ્ટેશન,
છોટાલાલની ચાલી, ગોતા તળાવ,
હેલમેટ સર્કલ, સરકારી વસાહત, બોડકદેવ

ઝોન મુજબ નંબર, આ નંબર પર ફરિયાદ કરી શકાય છે

મધ્ય ઝોન – 9099064167
પૂર્વ ઝોન – 9099063856
પશ્ચિમ ઝોન – 6359980916
ઉત્તર પશ્ચિમ ઝોન – 9726416112
દક્ષિણ પશ્ચિમ ઝોન – 6359980913
ઉત્તર ઝોન – 9326415552
દક્ષિણ ઝોન – 9099063239
કન્ટ્રોલ રૂમ – 9978355303

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...