અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટના રજિસ્ટરના Mail Id પર મેઈલ આવ્યો હતો, મેઈલ મળ્યા બાદ હડકંપ મચ્યો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મામલાની ગંભીરતા જોઈને સોલા પોલીસ તેમજ BDDSM સ્કોવ્ડ હાઈકોર્ટ પહોંચી હતી.
મળતા અહેવાલ પ્રમાણે, ઝોન 1 ઈનચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈને તપાસ કરવામાં આવી છે.મામલાની ગંભીરતા જોઈને સોલા પોલીસ તેમજ BDDSM સ્કોવ્ડ હાઈકોર્ટ પહોંચી હતી. હાઇકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેલ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝેબલ ટીમની ગાડી અને ફાયરની ગાડી હાઈકોર્ટમાં પહોંચી ગઈ છે. ગેટ નંબર-5 હાઈકોર્ટ સ્ટાફ પ્રવેશનો ગેટ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે કોર્ટમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.