Sunday, September 20, 2026

અમદાવાદ પ્લેન ક્રેશના મૃતદેહો સોંપવાના નામે થઈ રહી છે છેતરપિંડી, સ્વજનોને આવી રહ્યાં છે આવા કોલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ વિમાન દુર્ઘટનાની દુઃખદ ઘટના સમયે પણ કેટલાક લેભાગુ તત્વો છેતરપિંડી કરી રહ્યા છે. મૃતકના પરિવારજનોને ફોન કરી સરકારમાંથી બોલતા હોવાનું લેભાગુ તત્વો કહે છે. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો તેમના પરિવારજનના અવશેષો ઓળખાય અને તેમના મૃતદેહ મળે તેની રાહત જોઈ રહ્યા છે, ત્યારે આવા લેભાગુ તત્વો પરિવારજનોને ફોન કરીને પૈસા પડાવે છે. ત્યારે સિવિલ હૉસ્પિટલ તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, નિયત કરેલા નંબર સિવાય કોઈપણ નંબર પરથી ફોન આવે તો તેની જાળમાં ન ફસાવા અપીલ કરવામાં આવી છે. મૃતદેહ સોંપવા માટે કોઈ પણ પ્રકારના નાણાં તંત્ર લેતું નથી તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારે પરિજનોને વિનંતી કરી છે કે, તેઓ ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબર પરથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલને જ ધ્યાને લે. આ કોલમાં જ DNA મેચ થયાની અને પાર્થિવ દેહ લેવા આવવાની જાણ કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા અધિકૃત નંબરો 9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875 થકી જ પરિજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

આ સિવાયના કોઇ નંબર પરથી ફોન કોલ આવે તો તેની સાથે કોઇ વ્યવહાર ન કરવા જણાવવામાં આવ્યું છે. મૃતકોના શબ કે અવશેષો સોંપતી વખતે રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર, અકસ્માત મૃત્યુ કેસ રિપોર્ટ, પોલીસ તપાસ, પોસ્ટમોર્ટમ નોટ, DNA મેચિંગ અંગેનો FSL રિપોર્ટ, શરીર પર મળેલા કોઈપણ ઘરેણાં અથવા વસ્તુઓ પણ સોંપવામાં આવી રહી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 42 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. ૩૨ના પરિવારના સંપર્ક કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૪ મૃતદેહ પરિવારજનો સોંપાયા છે. જેમાં અમદાવાદના ૪, વડોદરાના ૨ , ખેડા ૧, અરવલ્લી ૧ બોટાદના ૧, મહેસાણા ૪, ઉદયપુર ૧ નો સમાવેશ થાય છે.

આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે બપોરે ૧૨.૦૦ કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી. જે મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તેમના પાર્થિવદેહને પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...