Sunday, September 20, 2026

અમદાવાદમાં સપનાનું ઘર લેવું હવે પડશે મોંઘુ, આ ઓથોરિટીઓએ નવા બાંધકામોને લગતી ફીમાં વધારો સૂચવ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રહેવાસીઓ માટે હવે ઘર, મકાન કે ઓફિસ ખરીદવી મોંઘી બનશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) એ 40 વર્ષમાં પહેલી વાર જમીન અને બાંધકામ પર વિકાસ ફી વધારવાનો નિર્ણય લીધો છે. આજે મંગળવારે મળેલી AUDA બોર્ડની બેઠકમાં રહેણાંક, બિન-રહેણાંક અને અન્ય હેતુઓ માટે જમીન અને બાંધકામ પર વિકાસ ફીમાં 10 ગણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પ્રસ્તાવિત વધારા સાથે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દરખાસ્તને મંજૂરી મળતાં, નવી વિકાસ ફી અમદાવાદ શહેરમાં થઈ રહેલા તમામ બાંધકામો પર લાગુ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા વિસ્તારમાં જ્યારે કોઈપણ બિલ્ડર કે ડેવલપર દ્વારા બાંધકામ યોજના મંજુર કરવા માટે મુકશે તેમાં ડેવલપમેન્ટ ચાર્જ ભરવાનો આવતો હોય છે. જેમાં 10 ગણો વધારો કરી હવેથી પ્રતિ ચોરસ મીટર લેખે 25 રૂપિયાથી લઈને 75 રૂપિયા સુધીનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જમીન અને બાંધકામ બંને માટે અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રતિ ચોરસ મીટર લેખે 4થી લઈને 15 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો. જેમાં 10 ગણો જેટલો વધારો કરવામાં આવ્યો છે. 40 વર્ષથી વધુ સમય બાદ આ ડેવલોપમેન્ટ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.

જો ડેવલપમેન્ટ ચાર્જ વધશે તો બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ મોંઘા થશે. જેના કારણે પ્રોપર્ટીના ભાવ વધશે. AUDA દ્વારા ડેવલપમેન્ટ ચાર્જ વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે સમગ્ર અમદાવાદ શહેરમાં લાગુ થશે. આગામી દિવસોમાં જંત્રી દર વધારવાનો નિર્ણય લેવામાં આવશે અને જો રાજ્ય સરકાર AUDA દ્વારા ડેવલપમેન્ટ ચાર્જ પણ વધારશે તો પ્રોપર્ટીના ભાવ ઘણા વધી જશે. અમદાવાદ શહેરની આસપાસના બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ અને જમીનના ભાવ વધશે. જેના કારણે લોકોનું ઘર ખરીદવાનું સ્વપ્ન પણ ચકનાચૂર થઈ જશે. અગાઉ, સાત વર્ષ પહેલાં, AUDA દ્વારા ડેવલપમેન્ટ ચાર્જ વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ રાજ્ય સરકારે કોઈ નિર્ણય લીધો ન હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...