Monday, October 12, 2026

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

spot_img
Share

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. નર્મદા કેનાલ, સંત સરોવર ખાતે પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. કુલ 15 જળાશયો આસપાસ પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવાયું કે, તાજેતરમાં રાજ્યમાં જુદા જુદા જીલ્લાઓમા આવેલ જુદા જુદા જળાશયો (નદી, તળાવ, નહેર, દરીયા) માં નહાવા પડેલ વ્યક્તિઓના ડુબી જવાથી મરણ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. આ બાબત અતિગંભીર છે. સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લામાં આવેલ જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં આવી ઘટનાઓ બનવાની શક્યતા હોય તેવા ભયજનક સ્થળોની યાદી બનાવી, આ પ્રકારના ભયજનક સ્થળોએ કોઇ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા જણાવેલ હતું.

જેથી ગાંધીનગર દ્વારા ગાંધીનગર જિલ્લા ખાતે આવેલ ભયજનક સ્થળોની યાદી મોકલી આપેલ છે. છે. જે સ્થળો ખાતે કોઈ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી. પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા જણાવેલ છે. ગાંધીનગર જિલ્લાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં આ સાથે સામેલ પત્રક મુજબના જણાવેલ તમામ ભયજનક સ્થળો ઉપર કોઇ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે પ્રતિબંધ મૂકાયો છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમમાં ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતાં હે.કોન્સ. કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

ભયજનક સ્થળોનું લિસ્ટ

  • નર્મદા કેનાલ
  • રાયપુરથી કરાઈ સુધી નર્મદા મુખ્ય કેનાલ
  • સંત સરોવર
  • સાબરમતી મુખ્ય નદી કાંઠા વિસ્તાર
  • મુખ્ય નર્મદા કેનાલ
  • ધોળકા સબ કેનાલ
  • સાબરમતી નદી સાદરા, પાલજ, લેકાવાડા ગામમાંથી પ્રસાર થાય છે.અને ખારી નદી મગોડી ઓવરબ્રીજ ખાતેથી પ્રસાર થાય છે. તે સિવાય દશેલા અને ઈસનપુર ખાતે તળાવ
  • પુર્વ દિશાએ પસાર થતી મુખ્ય સાબરમતી નદી કાંઠા વિસ્તાર
  • નર્મદા કેનાલ
  • સંત સરોવર-ઈન્દ્રોડા ગામ
  • ભાટ ટોલનાકા- સાબરમતી નદી
  • સાબરમતી નદી જેમાં અનોડીયા પુલ તથા અંબોડ મહાકાળી મંદીર આગળ નદીનો પટ
  • મેશ્વોના કિનારે આવેલ વડોદ, દોડ, સાહેબજીના મુવાડા, કલ્યાણજીના મુવાડા, કડજોદરા, મીઠાના મુવાડા, વેલપુરા, સુજાના મુવાડા ગામડાઓનો નદી કિનારા વાળી જગ્યાઓ આવેલ છે. તે ઉપરાંત સાંપા, રખીયાલ, જાલીયાના મઠ ગામ ખાતે આવેલ તળાવ
  • મુખ્ય નર્મદા કેનાલ રામનગર ગામ થી પિયજ ગામ સુધી
  • બહીયલ મુખ્ય નર્મદા કેનાલ તેમજ ખારી નદી અને મેશ્વો નદી કાંઠાનો વિસ્તાર

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...