ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. નર્મદા કેનાલ, સંત સરોવર ખાતે પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. કુલ 15 જળાશયો આસપાસ પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવાયું કે, તાજેતરમાં રાજ્યમાં જુદા જુદા જીલ્લાઓમા આવેલ જુદા જુદા જળાશયો (નદી, તળાવ, નહેર, દરીયા) માં નહાવા પડેલ વ્યક્તિઓના ડુબી જવાથી મરણ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. આ બાબત અતિગંભીર છે. સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લામાં આવેલ જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં આવી ઘટનાઓ બનવાની શક્યતા હોય તેવા ભયજનક સ્થળોની યાદી બનાવી, આ પ્રકારના ભયજનક સ્થળોએ કોઇ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા જણાવેલ હતું.
જેથી ગાંધીનગર દ્વારા ગાંધીનગર જિલ્લા ખાતે આવેલ ભયજનક સ્થળોની યાદી મોકલી આપેલ છે. છે. જે સ્થળો ખાતે કોઈ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી. પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા જણાવેલ છે. ગાંધીનગર જિલ્લાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં આ સાથે સામેલ પત્રક મુજબના જણાવેલ તમામ ભયજનક સ્થળો ઉપર કોઇ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે પ્રતિબંધ મૂકાયો છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમમાં ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતાં હે.કોન્સ. કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
ભયજનક સ્થળોનું લિસ્ટ
- નર્મદા કેનાલ
- રાયપુરથી કરાઈ સુધી નર્મદા મુખ્ય કેનાલ
- સંત સરોવર
- સાબરમતી મુખ્ય નદી કાંઠા વિસ્તાર
- મુખ્ય નર્મદા કેનાલ
- ધોળકા સબ કેનાલ
- સાબરમતી નદી સાદરા, પાલજ, લેકાવાડા ગામમાંથી પ્રસાર થાય છે.અને ખારી નદી મગોડી ઓવરબ્રીજ ખાતેથી પ્રસાર થાય છે. તે સિવાય દશેલા અને ઈસનપુર ખાતે તળાવ
- પુર્વ દિશાએ પસાર થતી મુખ્ય સાબરમતી નદી કાંઠા વિસ્તાર
- નર્મદા કેનાલ
- સંત સરોવર-ઈન્દ્રોડા ગામ
- ભાટ ટોલનાકા- સાબરમતી નદી
- સાબરમતી નદી જેમાં અનોડીયા પુલ તથા અંબોડ મહાકાળી મંદીર આગળ નદીનો પટ
- મેશ્વોના કિનારે આવેલ વડોદ, દોડ, સાહેબજીના મુવાડા, કલ્યાણજીના મુવાડા, કડજોદરા, મીઠાના મુવાડા, વેલપુરા, સુજાના મુવાડા ગામડાઓનો નદી કિનારા વાળી જગ્યાઓ આવેલ છે. તે ઉપરાંત સાંપા, રખીયાલ, જાલીયાના મઠ ગામ ખાતે આવેલ તળાવ
- મુખ્ય નર્મદા કેનાલ રામનગર ગામ થી પિયજ ગામ સુધી
- બહીયલ મુખ્ય નર્મદા કેનાલ તેમજ ખારી નદી અને મેશ્વો નદી કાંઠાનો વિસ્તાર