Saturday, July 25, 2026

અમદાવાદમાં ભારે વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા, અખનારનગર અંડરપાસ બંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. શહેરના ગોતા, સોલા, એસ.જી.હાઇવે, ઘાટલોડિયા, નારાણપુરા, બોપલ, ઘુમા, શેલા, ચાણક્યપુરી, નવરંગપુરા, મણિનગર, ઇસનપુર, ઇન્કમટેક્સ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા વિઝિબલિટી ઘટી ગઇ હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના સાબરમતી, ચાંદખેડા, થલતેજ, એસ. જી. હાઈવે, મકરબા, સરખેજ, રાણીપ, અખબારનગર સહિતના વિસ્તારમાં વરસાદ સરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે રોડ પર પાણી વહેતા થતાં વાહનચાલકોને હાલાકીનો સામેનો કરવો પડ્યો છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ફરી ગયા છે. બીજી બાજું પૂર્વ વિસ્તાર બાપુનગર, નરોડામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.નરોડા,કૃષ્ણનગર,નિકોલ,ઓઢવ જેવા અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પૂર્વ વિસ્તાર તેમજ પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાએ મેઘરાજાની બેટિંગ જોવા મળી હતી. વરસાદી માહોલને લઈને શહેરમાં ઠંડક પ્રસરી હતી.

અખબારનગર અંડરપાસ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત RTO સર્કલમાં પણ પાણી ભરાતા વરસાદના પગલે વાહન ચાલકોને હાલાકી પડી હતી. હવામાન વિભાગ દ્વારા પાંચથી સાત દિવસ કરવામાં આવી છે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...