Saturday, July 25, 2026

ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા કેસ : DEOએ શાળાને નોટિસ ફટકારી, ત્રણ દિવસમાં આપવો પડશે ખુલાસો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં હલચલ મચાવી છે.આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ સ્કૂલને નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં ખુલાસો માગ્યો છે. આ ઘટનાએ શાળાની સલામતી અને વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, DEOએ સેવન્થ ડે સ્કૂલને ICSE બોર્ડની માન્યતા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) રદ કરવાની ચેતવણી આપી છે.સ્કૂલે આ ઘટના અંગે શિક્ષણ વિભાગને કોઈ માહિતી આપી નથી, જેને DEOએ બેદરકારી ગણાવી છે. ઉપરાંત, સ્કૂલે ઘટના પછી પણ કોઈ અહેવાલ રજૂ ન કર્યો, જેના કારણે તેની માન્યતા રદ ન કરવા અંગે સ્પષ્ટ જવાબ માગવામાં આવ્યો છે.

notice-issued-to-seventh-day-school-in-student-murder-case-2

DEOની તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘટના બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે કોઈ પગલા લેવાયા ન હતા. વિદ્યાર્થી લોહીથી લથબથ હાલતમાં શાળાના પરિસરમાં પડ્યો હતો, પરંતુ સ્કૂલ વહીવટે એમ્બ્યુલન્સ બોલાવી ન હતી કે ન તો તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો.આ ઉપરાંત, વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ પણ ઝઘડાની ઘટનાઓ બની હોવા છતાં, સ્કૂલે આ અંગે શિક્ષણ વિભાગને જાણકારી આપી ન હતી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.

જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમની તાજેતરની નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે જો શાળા ત્રણ દિવસમાં યોગ્ય જવાબ નહીં આપે તો એવું માનવામાં આવશે કે શાળા આ મામલે કંઈ કહેવા માંગતી નથી. આવી સ્થિતિમાં, વિભાગ એકપક્ષીય કાર્યવાહી કરી શકે છે અને શાળાની માન્યતા અને અન્ય પરવાનગીઓ રદ કરી શકે છે.

આ ઘટના માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યની શાળાઓની શિક્ષણ વ્યવસ્થા અને સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. હવે બધાની નજર શાળા પ્રશાસનના પ્રતિભાવ અને જિલ્લા શિક્ષણ વિભાગના આગળના પગલા પર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...