Tuesday, March 17, 2026

એસજી હાઇવે પર કેફેની આડમાં ચાલતુ ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં પણ અમદાવાદના પોશ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હુક્કાબારો ચાલી રહ્યા છે. અમદાવાદના સરખેજ-મકરબા વિસ્તારમાં એસજી હાઇવે પર YMCA ક્લબની સામેમહમદપુરા રોડ પર આવેલા બ્રુ રોસ્ટ કાફેમાં ગેરકાયદેસર હુક્કાબાર ચાલતો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.જુદી જુદી હર્બલ ફ્લેવરની જગ્યાએ નિકોટીનયુક્ત હુક્કા આપવામાં આવતા હોવાનું FSLની તપાસમાં બહાર આવતા સરખેજ પોલીસે કેફેના સંચાલક દિવ્યરાજસિંહ ચાવડા અને અબ્દુલ હામીદ બારી વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરખેજ પોલીસને ગત મે મહિનામાં એસજી હાઇવે પર મહંમદપુરા રોડ પર આવેલા બ્રુ રોસ્ટ કેફેમાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવવામાં આવતું હોવા અંગેની બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમ દ્વારા કેફેમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ફેકેમાં ખુલ્લી જગ્યામાં ટેબલ પર હુક્કા મુકવામાં આવેલા હતા અને ત્રણ ગ્રાહકો હુક્કો પીતા હતા. પ્રતિ હુક્કા દીઠ 1000 રૂપિયા અને દોઢ કલાક બેસવાનો સમય આપવામાં આવતો હતો. પોલીસને કેફેમાંથી 24 હુક્કા અને 40 પાઇપો તેમજ અલગ અલગ ફ્લેવર મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ કબ્જે કરી ફ્લેવરને તપાસ માટે FSLમાં મોકલી આપવામાં આવી હતી.

પોલીસ દ્વારા કેફેના ચાલક અબ્દુલ હમીદ અને દિવ્યરાજસિંહને બોલાવી તેનું નિવેદન લેતા તેઓ પોતે આ કેફેના માલિક હોવાનું અને અગાઉ પણ તેમની વિરુદ્ધ કેસ થયો હોવાનું કહ્યું હતું. પોલીસ દ્વારા મોકલવામાં આવેલા હુક્કા ફ્લેવર અંગે એફએસએલના રિપોર્ટ આવ્યો હતો જેમાં નિકોટીનનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવતા હોવાનું અને જુદા જુદા હર્બલ ફ્લેવરની જગ્યાએ નિકોટીનયુક્ત હુક્કો પીરસવા મામલે સરખેજ પોલીસે દિવ્યરાજસિંહ અને અબ્દુલ હામીદ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે શહેરના એસજી હાઇવે અને સિંધુભવન રોડ પરના વિસ્તારોમાં આવા અનેક હુક્કાબારો ચાલી રહ્યા છે. હુક્કાબારો પર પ્રતિબંધ હોવા છતાં પણ નિકોટીનયુક્ત હુક્કાબારો ચાલી રહ્યા છે. સરખેજ પોલીસ દ્વારા અગાઉ પણ આવા હુક્કાબારો ઝડપી અને કેસ કરવામાં આવ્યો હોવા છતાં પણ ફરીથી હુક્કાબારો શરૂ થઈ ગયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...