Saturday, July 25, 2026

અમદાવાદના શકરી તળાવમાં નાવડી ઉંધી વળતા 3 યુવાન ડૂબ્યા: ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના સરખેજ વિસ્તારમાં મંગળવારે દુ:ખદ ઘટના બની હતી. સરખેજના શકરી તળાવમાં 3 યુવકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક ચાર યુવક શકરી તળાવમાં કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને અંદર ગયા હતા.જો કે ચોથો યુવક થોડીવારમાં જ બોટમાંથી ઉતરી ગયો હતો. જ્યારે બાકીના ત્રણ યુવાન પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન બોટ ઉંધી વળી જતા પપ્પુ ચાવડા, વિશાલ ચાવડા અને રાધે નામના ત્રણેય યુવકના ડૂબવાથી મોત થયા હતા.

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોના ટોળે-ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પ્રહલાદનગર ફાયર સ્ટેશનને જાણ કરતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમ દ્વારા તળાવમાંથી ત્રણ યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.મૃતકોમાં પપ્પુ ચાવડા, વિશાલ કિશોર ચાવડા અને રાધેનો સમાવેશ થાય છે. આ ઘટના અંગેની જાણ થતાં જ યુવકોના સ્વજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાએ સ્વજનોના હૈયા હચમચાવી દીધા હતા.

ફાયર બ્રિગેડ દ્વારા સૌથી પહેલા બે યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા ત્યાર બાદ અંધારુ થઈ જતાં શોધખોળમાં મુશ્કેલી પડી હતી. જેથી ફ્લડ લાઇટ ચાલુ કરી ત્રીજા યુવકની શોધખોળ કરી અને રાત્રે 8 વાગ્યા આસપાસ ત્રીજા યુવકનો મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ રેસ્ક્યૂ ઓપરેશન 2 કલાક સુધી ચાલ્યું હતું.

શકરી તળાવ પાસે સિક્યુરિટી ગાર્ડ ન હોવાની વાત પણ સ્થાનિકો પાસેથી જાણવા મળી છે. આ અંગે જાણ થતાં વેજલુરના ધારાસભ્ય અમિત ઠાકર, ડીસીપી ઝોન-7 શિવમ વર્મા અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...