Sunday, September 20, 2026

અમદાવાદના સોલામાં બની ઘટના, લગ્ન ન કરાવવાના ઝઘડામાં દીકરાએ કરી માતાની હત્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પુત્રએ લગ્ન ન કરાવવાના ઝઘડાને લઈને પોતાની માતાની હત્યા કરી નાખી છે. આ ઘટના ગઈકાલે બની હતી, જ્યારે માતા અને પુત્ર વચ્ચે લગ્નના મુદ્દે તીવ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પુત્રએ માતા પર હુમલો કરી દીધો જેના કારણે માતાને ગંભીર ઈજાઓ થઈ હતી. જે ઈજાઓ અંતે મૃત્યુમાં પરિણમી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સત્તાધાર પાસે વર્ધામાન ફ્લેટમાં દીકરાએ લગ્ન ન કરાવવા મામલે સગી માતા સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન યુવક ઉગ્ર બનતાં માતાને પરફ્યુમની બોટલ મારી દે છે. જેમાં ઈજા પહોંચતા માતાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ઘટના બાદ માતાને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ ડૉક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમનું મોત નીપજ્યું હતુ. સોલા પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને આરોપી પુત્રની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના પ્રાથમિક તપાસ અનુસાર, આ ઘટના ઘરેલું ઝઘડાનું પરિણામ છે, જેમાં લગ્ન ન કરાવવાનો મુદ્દો મુખ્ય કારણ હતું. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, માતા અને પુત્ર વચ્ચે લાંબા સમયથી આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો, જે ગઈકાલે હિંસક બન્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...