Sunday, April 26, 2026

અમદાવાદમાં યુવાને મજાક મસ્તીમાં લાફો મારતા મિત્રનું મોત, આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળી આપ પણ ચોંકી જશો. થોડા દિવસ પહેલા એક યુવક અચાનક બેભાન થાય છે અને બાદમાં તેનું મોત નીપજે છે. આ મોત પાછળનું કારણ મિત્રો વચ્ચેની મજાક હોવાનું સામે આવ્યું. પાનના ગલ્લે મિત્રો ઉભા હતા અને એક મિત્રએ મજાકમાં લાફો મારતા યુવક નીચે પટકાયો અને બ્રેઈન હેમરેજ થતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટના CCTV માં કેદ થતા રામોલ પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના રામોલમાં એક વિચિત્ર પ્રકારનો ગુનો સામે આવ્યો છે.જેમાં ગત 18 ઓગસ્ટના રોજ મૃતક કરણ ઠાકોર આરોપી ભાવેશ વાઘેલા અને તેમના 4 મિત્રો રવિ વાઘેલા, કલ્પેશ પરમાર, રાજુ રાજપૂત અને લલિત પરમાર મોડી રાત્રે શ્રાવણિયો જુગાર રમીને વહેલી સવારે નાસ્તો કરવા રિક્ષામાં નીકળ્યા હતા.તેઓ નાસ્તો કરીને મજાક મસ્તી કરતા ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે વચ્ચે દ્વારકેશ પાન પાર્લર નજીક પાન મસાલો લેવા રિક્ષા ઉભી રાખી હતી. આ દરમ્યાન મૃતક કરણે આરોપી પાસે રજનીગંધા મગાવતા બંન્ને વચ્ચે મજાક મસ્તીમાં ઝઘડો થયો અને આરોપીએ કરણને લાફો મારતા તે રોડ પર પટકાયો હતો.જ્યાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્યાન 30 ઓગસ્ટના રોજ મોત નીપજ્યું હતું.

આ ઘટના CCTV કેમેરામાં કેદ થતા રામોલ પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.ત્યારબાદ રામોલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો છે. મિત્રો વચ્ચેની મજાક મસ્તી ક્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે તે ઘટના પરથી સાબિત થાય છે. આ ઘટનાએ બે મિત્રોની જિંદગી બદલી દીધી.એકને મોત મળ્યું તો બીજાને જેલના સળિયા પાછળ જવાનો વખત આવ્યો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...