Sunday, April 26, 2026

અમદાવાદમાં AMC ના કચરાના ડમ્પરે વધુ એક એક્ટિવાચાલકને કચડ્યો, યુવકનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં અવાર નવાર રફતારને કારણે સર્જાતા મૃ્ત્યુના આંકડામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એવામાં અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અમદાવાદ કોર્પોરેશનના ડમ્પરે જ અકસ્માત સર્જ્યો છે. ડમ્પરના ટાયર નીચે આવી જતા તેનું માથું અને શરીરનો અડધો ભાગ છુંદાઈ ગયો હતો. લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ડમ્પરચાલક દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો. આ મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપી ડમ્પરચાલકની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના દાણીલીમડા વિસ્તારમાં કલંદરી મસ્જિદ પાસે રહેતો અમન શેખ (ઉં.વ.20) નામનો યુવક શાહઆલમ ખાતે ડાયાબિટીસની દવા લેવા માટે મોપેડ લઈને નીકળ્યો હતો. દાણીલીમડા પોલીસ લાઈન પાસે પહોંચ્યો, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સફાઈનું એક ડમ્પર ત્યાંથી પસાર થતું હતું અને તેની ટક્કર વાગતા તે નીચે પડકાયો હતો. યુવક ડમ્પરના ટાયર નીચે આવી જતા તેનું માથું અને શરીરનો ભાગ છુંદાઈ જતા ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ડમ્પરચાલક પોતાનું ડમ્પર મૂકી અને સામે પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો.

મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. આ મામલે યુવકના ફોન પરથી તેના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમગ્ર મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપી ડમ્પરચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...