Monday, October 12, 2026

સંકટના સમયમાં ‘જીવાદોરી’ સાબિત થયું ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’ : 4 વર્ષમાં થઈ 2000થી વધુ દર્દીની સારવાર

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relief Fund – CMRF) સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક જીવાદોરી બન્યું છે. કુદરતી આફત, અકસ્માત અને ગંભીર બીમારીઓના સમયે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દેવાના ડુંગર હેઠળ દબાય છે. ત્યારે આવા કિસ્સામાં મુખ્યમંત્રી રાહત ભંડોળ આશાનું કિરણ બની રહે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી રાહત ભંડોળ CMRFને વધુ અસરકારક બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેથી કોઈ પણ જરૂરિયાતમંદ દર્દી નાણાંના અભાવે સારવારથી વંચિત ન રહે. આજે મુખ્યમંત્રી રાહત ભંડોળ ગરીબ અને મધ્યમ વર્ગ માટે ભરોસાનું પ્રતિક બની ચૂકયું છે.વર્ષ 2021-2025 દરમિયાન કેન્સરના 2,106 દર્દીઓની સારવાર માટે ₹31.55 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.છેલ્લા 4 વર્ષના આંકડા CMRFની સફળતાની સાક્ષી પૂરે છે.

આ સહાયમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત બ્લડ કેન્સરના 450 કેસ અને અન્ય પ્રકારના કેન્સરના 1656 દર્દીઓનો સમાવેશ થાય છે. આ દર્દીઓને અમદાવાદની GCRI, રાજકોટની નાથાલાલ પરીખ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સુરતની ભારત કેન્સર હોસ્પિટલ સહિત ગુજરાતની ટોચની તબીબી સંસ્થાઓમાં આધુનિક સારવાર મળી શકી છે.

સહાય મેળવવાના માપદંડ
CMRF નો લાભ લેવા માટે અરજદારની વાર્ષિક આવક ₹4 લાખ (વરિષ્ઠ નાગરિકો માટે ₹6 લાખ) થી ઓછી હોવી જોઈએ. અરજી મળ્યા બાદ, મહેસૂલ વિભાગ તેની ચકાસણી કરે છે. મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, રાહત કમિશનર અને અધિક મુખ્ય સચિવ (મહેસૂલ)ની બનેલી સમિતિની મંજૂરી પછી, મંજૂર થયેલી રકમ સીધી હોસ્પિટલ અથવા દર્દીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેનાથી સમયસર સારવાર સુનિશ્ચિત થાય છે.

આમ, મુખ્યમંત્રી રાહત ભંડોળ આજે ગરીબ અને મધ્યમ વર્ગના હજારો પરિવારો માટે ભરોસાનું પ્રતિક બનીને, ગંભીર બીમારીઓ સામે લડવામાં મોટો ટેકો પૂરો પાડી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...