Saturday, September 5, 2026

રાહુલ ગાંધીની ગુજરાતીઓને ગેરેન્ટી આપી ! મફત શિક્ષણ-વીજળીની જાહેરાતો કરી

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે અમદાવાદ પહોંચ્યા. રાજ્યમાં 27 વર્ષ સત્તાનો વનવાસ તોડવા માટે રાહુલ ગાંધીએ ઘણી મોટી જાહેરાતો કરી. રાહુલ ગાંધીએ વાયદો કર્યો કે જો તેમની પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવે છે, તો તેઓ ખેડૂતોના 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી દેશે. એટલું જ નહીં રાહુલ ગાંધીએ ખેડૂતોને ફ્રી વિજળી, ઘરેલૂ કનેક્શન પર 300 યૂનિટ ફ્રી વિજળી જેવા વાયદા પણ કર્યા.

સરકાર બન્યા બાદ ગુજરાત માટે કોંગ્રેસ શું કરશે તેમાં વચનોની આપતા રાહુલ ગાંધીએ કહ્યું…

પહેલા ખેડૂતોનું 3 લાખનુ દેવુ માફ કરીશું.
કોવિડ સમયમાં ગુજરાતમાં 3 લાખ લોકોના મોત થયા. કોવિડમાં મોતને ભેટેલા લોકોને 4 લાખનું વળતર આપીશું.
ખેડૂતોનું વીજળી બિલ માફ કરીશું. 300 યુનિટ સામાન્ય ગ્રાહકોને આપીશું.
દીકરીઓ માટે મફત શિક્ષણ આપીશું.
હજારો શાળાઓને બીજેપીએ બંધ કરાવી છે, અમે 3000 અંગ્રેજી મીડિયમ શાળા ખોલીશું.
દૂધ ઉત્પાદકોને 5 રૂપિયાની સબસીડી અને ગેસ સિલિન્ડર 1000 ના બદલે 500 રૂપિયામાં આપીશું. જે યુપીએ સરકારમાં 400 રૂપિયામાં મળતો હતો.
અમારું ફોકસ રોજગારી પર લગાવીશું. 10 લાખ યુવાઓને રોજગારી આપીશું

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...