Friday, April 17, 2026

CCTV લગાવતા પહેલા થઇ જજો સાવધાન ! CCTV લગાવનાર શખ્સે ડોક્ટરને બોડી મસાજનો વીડિયો મોકલી પૈસા પડાવ્યા!

spot_img
Share

અમદાવાદ : જો તમે તમારી ઓફિસે કે ઘરે સીસીટીવી કેમેરા લગાવો છો, તો જરા ચેતી જજો, કારણ કે કેમેરા લગાવનાર વ્યક્તિ તમારા સીસીટીવીનો આઈડી અને પાસવર્ડ પોતાની પાસે રાખી તમને જ બ્લેકમેઈલ કરી શકે છે અને આ વાતનો કડવો અનુભવ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા એક ડોક્ટરને થયો છે. જેમાં આરોપીએ ડોક્ટરના બોડી મસાજનું રેકોર્ડિંગ કરી તેમને મોકલી બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવ્યા છે. ત્યારે હાલ આ મામલે પાલડી પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

વિગતે વાત કરીએ તો, અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા આધેડ વયના ડોક્ટરને થોડા દિવસો પહેલા વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી એક વીડિયો આવ્યો હતો. આ વીડિયોમાં ક્લિનિકના ફૂટેજ હતા. જેમાં ડોક્ટર બોડી મસાજ કરાવતા હતા. વીડિયો મોકલનારે આવી અનેક ક્લિપ હોવાનું કહીને ડોક્ટરને ડરાવ્યા હતા. વીડિયો મોકલનારે આખુ ફોલ્ડર બનાવ્યુ છે અને તે ફૂટેજ ડિલીટ કરવાના 35 હજાર રૂપિયાની માંગણી કરી હતી.ડોક્ટરે ગભરાઈને ઓનલાઈન પાંચ હજાર મોકલી દીધા હતા.

જોકે બાદમાં આરોપીઓએ બ્લેકમેલ કરવાનું યથાવત રાખતા ડોક્ટરે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પાલડી પોલીસે ગુનો નોંધી અબ્દુલ વહાબ સૈયદની ધરપકડ કરી છે. પાલડી પોલીસે આરોપી અબ્દુલની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે, ‘તે અગાઉ અમદાવાદમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કામ કરતો હતો. તે સમયે તેણે ડોક્ટરના ક્લિનિકમાં સીસીટીવી લગાવ્યા હતા.’

આટલું જ નહીં, આરોપીના દીકરાની તબિયત બગડતા તેને સારવાર માટે રૂપિયાની જરૂર હોવાથી તેણે મસાજ કરાવતા સીસીટીવી ફૂટેજ મોકલી ડોક્ટરને બ્લેકમેઈલ કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જો રૂપિયા ન આપે તો તેના મસાજના સીસીટીવી વાયરલ કરવાની ધમકી આપી હતી તેણે આ કાંડ કર્યો છે. જેથી કંટાળી ડોક્ટરે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...