Friday, September 18, 2026

નવા વાડજના શ્રી સિદ્ધિવિનાયક મંદિરે બોર્ડના પરીક્ષાર્થીઓને દાદાના આશીર્વાદ રૂપે પેન વિતરણ કરાશે

spot_img
Share

અમદાવાદ : આગામી સમયમાં યોજાનારી ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને, શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિર અને સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક સુંદર પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈને અને દાદાના આશીર્વાદ સાથે પરીક્ષા આપી શકે તે હેતુથી મંદિરે પેન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ખાસ પૂજા કરાયેલ અને દાદાના આશીર્વાદ સાથે પરીક્ષા આપી શકે તે હેતુથી મંદિરે પેન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તારીખ 20 ફેબ્રુઆરી 2025, શુક્રવારથી આ વિતરણ કાર્યક્રમ શરૂ થશે. જે સમગ્ર પરીક્ષા દરમિયાન ચાલુ રહેશે.

દાદાના આશીર્વાદ રૂપે આપવામાં આવતી આ પેન મેળવવા માટે દરેક વિદ્યાર્થીએ પોતાની પરીક્ષાની રિસીપ્ટ (હોલ ટિકિટ) સાથે લાવવાની રહેશે. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી પરીક્ષાઓ ચાલશે ત્યાં સુધી વિદ્યાર્થીઓને પેન આપવામાં આવશે. આ ઉમદા કાર્યનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

પેન વિતરણનો સમય:

રોજિંદા સમય: સવારે 9:00 થી 12:00 કલાક સુધી અને સાંજે 5:00 થી 8:00 કલાક સુધી.
મંગળવાર: મંગળવારના પાવન દિવસે આખો દિવસ પેન વિતરણ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...