Friday, April 17, 2026

નારણપુરામાં માસીની દીકરી ભાઈના ઘરેથી 8.10 લાખના દાગીના ચોરી ફરાર

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લોહીના સંબંધોને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. અહીં એક યુવતીએ પોતાના જ માસીના દીકરાના ઘરે મહેમાન બનીને આવી, વિશ્વાસનો લાભ ઉઠાવી 8.10 લાખની કિંમતના સોનાના દાગીના પર હાથફેરો કર્યો છે. કપડાં બદલવાના બહાને બેડરૂમમાં ઘૂસીને આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાની ફરિયાદ નારણપુરા પોલીસ મથકે નોંધાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરામાં આવેલા શુભલક્ષ્મી ટાવરમાં રહેતા જીનલભાઈ શાહ, જેઓ વ્યવસાયે વીમા એજન્ટ છે, તેમના ઘરે ગત 8 ફેબ્રુઆરીએ તેમની માસીની દીકરી માનસી દોષી આવી હતી. માનસીએ શરૂઆતમાં પોતે આર્થિક મુશ્કેલીમાં હોવાનું જણાવી બે સોનાની વીંટી ગિરવે મૂકીને 70 હજારની મદદ માંગી હતી. જોકે, વીંટીનું વજન ઓછું હોવાથી જીનલભાઈના પરિવારે મદદ કરવાની ના પાડી વીંટી પરત આપી દીધી હતી.

થોડીવાર વાતચીત કર્યા બાદ માનસીએ જણાવ્યું કે, તેણે ભક્તિમાં જવાનું હોવાથી કપડાં બદલવા છે. આ બહાને તે બેડરૂમમાં ગઈ હતી. ઘણો સમય પસાર થઈ જવા છતાં તે બહાર ન આવતા પરિવારને શંકા ગઈ હતી. જોકે, થોડીવારમાં તે બહાર આવી અને “મારી રિક્ષા આવી ગઈ છે” તેમ કહી ઉતાવળે ત્યાંથી નીકળી ગઈ હતી.

ચોરીની આ ઘટનાની જાણ પરિવારને ચાર દિવસ બાદ થઈ હતી. જ્યારે જીનલભાઈની માતાએ કબાટ ખોલ્યો ત્યારે અંદરનો સામાન વેરવિખેર પડ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, કબાટમાંથી બે સોનાની બંગડી, એક મંગળસૂત્ર અને બે સોનાની વીંટી સહિત કુલ 8.10 લાખના દાગીના ગાયબ હતા.

પરિવારને ખાતરી થઈ ગઈ હતી કે બેડરૂમમાં કપડાં બદલવાના બહાને માનસીએ જ કબાટમાંથી દાગીના ચોર્યા છે. આ મામલે જીનલભાઈએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં માનસી દોષી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી યુવતીની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...