Wednesday, February 18, 2026

અમદાવાદમાં સરકારી આવાસનો PG તરીકે દુરુપયોગ, ભાડે આપવા સોશિયલ મીડિયામાં અપાતી હતી જાહેરાત

spot_img
Share

અમદાવાદ : સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને પોતાનું ઘર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો ફાળવવામાં આવે છે. જોકે, અમદાવાદમાં કેટલાક લાભાર્થીઓ આ મકાનોનો દુરુપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સાયન્સ સિટી રોડ પર આવેલી ‘એવરેસ્ટ એન્કલેવ’ આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે PG (પેઈંગ ગેસ્ટ) અને હોટલ સ્ટે ચાલતું હોવાની વિગતો બહાર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજિલન્સ ટીમે તવાઈ બોલાવી છે.અરે હદ તો ત્યારે થાય છે જ્યારે હાઉસિંગના મકાનમાં PG ચલાવવા બાબતે તેમજ હોટલની જેમ ભાડે આપવા બાબતે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાતી હતી

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાયન્સ સિટી વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રધાનમંત્રી આવાસ યોજના એલ.આઈ.જી. 19, એવરેસ્ટ એન્કલેવમાં કુલ છ બ્લોક તથા 336 મકાન આવેલા છે. જેમાં આવેલ બ્લોક નંબર 2, મકાન નંબર 305 તથા બ્લોક નંબર 5, મકાન નંબર 105 ભાડે આપવાની ફરિયાદ મળી હતી. જેના આધારે વિજિલન્સ (એસ્ટેટ/ ટીડીઓ) દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જે દરમિયાન બ્લોક નંબર 5, મકાન નંબર 105 માં ભાડુઆત દ્વારા વપરાશ થતો હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે બ્લોક નંબર 2, મકાન નંબર 305 એક વેબસાઇટ પર રજિસ્ટર થયું હોવાનું માલુમ પડ્યું હતું.એટલું જ નહીં, આ મકાનોને પ્રતિ દિવસના ભાડા લેખે ‘હોટલ સ્ટે’ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવતા હતા. આ માહિતીના આધારે AMCની વિજિલન્સની ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું.

વિજિલન્સની ટીમે ઓચિંતું ચેકિંગ દરમિયાન બે મકાનોમાં સ્પષ્ટપણે PG એક્ટિવિટી ચાલતી હોવાનું અને વ્યાપારી હેતુ માટે તેનો ઉપયોગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બંને મકાનોને સીલ કરી દેવામાં આવ્યા છે. સરકારી નિયમો મુજબ, આવાસ યોજનાના મકાનો જે-તે લાભાર્થીએ પોતાના રહેઠાણ માટે વાપરવાના હોય છે, તેને ભાડે આપવા કે વ્યાપારી ઉપયોગ કરવો ગુનો બને છે.

આ કાર્યવાહીને પગલે આવાસ યોજનામાં મકાનો ભાડે આપી દેનારા અન્ય લાભાર્થીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. કોર્પોરેશન આગામી દિવસોમાં અન્ય આવાસ યોજનાઓમાં પણ આ પ્રકારનું ચેકિંગ તેજ કરે તેવી શક્યતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...