Thursday, September 17, 2026

અમદાવાદના આ વિસ્તારમાં દૂધ ચોરના આતંકથી વેપારીઓમાં રોષ, વહેલી સવારે 100 લિટર દૂધની ચોરી

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ જેવા ધમધમતા વિસ્તારમાં હવે રોકડ કે સોના ચાંદીના દાગીના નહીં, પણ વહેલી સવારે આવતા દૂધના કેરેટ નિશાન બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે દૂધની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. વસ્ત્રાલની યુનાઈટેડ સ્કૂલ નજીક આવેલા એક અમૂલ પાર્લરમાંથી અજાણ્યો શખસ અંદાજે 100 લિટર દૂધની ચોરી કરી ફરાર થઈ જતાં વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વસ્ત્રાલ યુનાઈટેડ સ્કૂલની આસપાસના વિસ્તારમાં અનેક દૂધની ડેરીઓ અને પાર્લર આવેલા છે. વહેલી સવારે જ્યારે દૂધની ગાડીઓ ડિલિવરી આપીને જાય છે અને દુકાનદારો હજુ પહોંચ્યા હોતા નથી, તે સમયનો લાભ ઉઠાવી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ગત રાત્રે યુનાઈટેડ સ્કૂલની સામે આવેલા અમૂલ પાર્લર પર દૂધના કેરેટ ઉતારવામાં આવ્યા હતા. દૂધની ગાડી વહેલી સવારે કેરેટ મૂકીને જાય અને માલિક પાર્લર ખોલે તે વચ્ચેના ટૂંકા સમયગાળામાં તસ્કરે અલગ-અલગ કેરેટમાંથી આશરે 100 લિટર દૂધની ચોરી કરી હતી. જ્યારે પાર્લર સંચાલક સવારે પહોંચ્યા ત્યારે દૂધનો જથ્થો ઓછો જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા.

આ ચોરીની ઘટના બાદ જ્યારે આસપાસના અન્ય ડેરી ધારકો એકઠા થયા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અનેક ડેરી સંચાલકોએ કબૂલ્યું હતું કે તેમની ત્યાંથી પણ અવારનવાર દૂધની ચોરી થાય છે. જો કે, ચોરી થયેલા દૂધનો જથ્થો ઓછો હોવાથી અને પોલીસ કાર્યવાહીની ઝંઝટમાં પડવા માંગતા ન હોવાથી મોટાભાગના વેપારીઓ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વેપારીઓની ઉદાસીનતા અને પોલીસમાં ફરિયાદ ન કરવાની માનસિકતાને કારણે આ ‘દૂધ ચોર’ ને મોકળું મેદાન મળી ગયું છે. વારંવાર નાની ચોરીઓ કરીને હવે આ શખસે મોટી માત્રામાં દૂધની ચોરી કરવાનું શરૂ કર્યું છે.

વસ્ત્રાલના વેપારીઓ હવે આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. વેપારીઓ માંગ કરી રહ્યા છે કે, વહેલી સવારે પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે. સીસીટીવી ફૂટેજના આધારે આ શખસને ઓળખી કાઢી તેની ધરપકડ કરવામાં આવે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...