Thursday, September 17, 2026

અમદાવાદમાં કોંગ્રેસના કદાવર નેતાના ભાણિયાએ છાકટા બની સર્જ્યો અકસ્માત, જાણો કારમાંથી શું મળ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ચ અને કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલના ભાણિયાએ છાકટા બનીને અકસ્માત સર્જ્યો હતો. યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ વિશાલ ગુર્જરે મણિનગરમાં બે વાહનને ટક્કર મારી હતી. કારમાંથી બ્લેક ફિલ્મ અને એનએસયુઆઈની પ્લેટ મળી હતી. અકસ્માત બાદ લોકોએ તેને ઝડપીને પોલીસને સોંપ્યો હતો.જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મણિનગરમાં મોડી રાત્રે એક કાર ચાલકે બે વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક ગાડી પર લિસોટા પડ્યા હતા, જ્યારે એક્ટિવા નીચે પડતાં નુકસાન પહોચ્યું હતું. અકસ્માત બાદ ચાલકે કારમાંથી બહાર કાઢવામાં આવતાં તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. કારમાંથી એનએસયુઆઈની પ્લેટ મળી આવી હતી. તેમજ કારમાં બ્લેક ફિલ્મ લાગેલી હતી.

લોકોએ વિશાલ ગુર્જરને કારમાંથી બહાર કાઢીને ફટકાર્યો હતો. આ દરમિયાન મણિનગર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. આરોપીએ નશાની હાલતમાં પીઆઇ સાથે પણ ગેરવર્તણુક કરી હતી.જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં રખિયાલમાં રહેતા હિંમતસિંહ કોંગ્રેસના કદાવર નેતાઓમાના નેતા માનવામાં આવે છે.તેઓ અમદાવાદ શહેરના મેયર પણ રહી ચૂક્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...