Thursday, September 17, 2026

અમદાવાદમાં SHE Teamના નશામાં ધૂત PCR ચાલકે ગાડી ડિવાઇડર પર ચઢાવી, ટોળાએ ‘મેથીપાક’ ચખાડ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત પોલીસની ‘શી ટીમ’ વિવાદમાં આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગત મોડી રાત્રે ભવાની ચોક નજીક SHE ટીમ સાથે જોડાયેલી એક પોલીસ PCR વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન સીધી ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માતને પગલે રસ્તા પરથી પસાર થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.પોલીસે આ મામલે આઉટસોર્સ ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ભવાની ચોક પાસે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ પોલીસની ગાડીના ડ્રાઇવર દ્વારા બેફામપણે ગાડી ચલાવીને ડિવાઇડર ઉપર ચડાવી દેવામાં આવી હતી. ગાડીનો અકસ્માત થતા ત્યાંથી પસાર થતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.ગાડીમાં ડ્રાઇવર બેઠો હતો અને તેમાં તપાસ કરતા એક લાલ કલરના દારૂનું ક્વાર્ટર પણ ગાડીમાંથી મળી આવ્યું હતું.પોલીસની ગાડીમાંથી જ નશાની હાલત જણાતા લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો.

ઉશ્કેરાયેલા લોકોએ વાન ચાલકને ઘેરી લીધો હતો અને રોષમાં તેને મેથીપાક ચખાડ્યો હોવાની માહિતી મળી છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સર્જનાર વ્યક્તિ પોલીસનો કાયમી જવાન નથી, પરંતુ આઉટસોર્સિંગ દ્વારા રાખવામાં આવેલો ખાનગી ડ્રાઈવર છે.નિકોલ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...