Wednesday, April 22, 2026

અમદાવાદીઓમાં AMCના કોમ્યુનિટી હોલ-પાર્ટી પ્લોટ તરફ વધ્યો ક્રેઝ, તમામના ‘બુકિંગ હાઉસફૂલ’

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે લગ્ન અને વિવિધ સામાજિક કાર્યક્રમોની સીઝન દરમિયાન ખાનગી પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલના વધતા ભાડા વચ્ચે AMC દ્વારા સંચાલિત લગ્ન હોલ, કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ શહેરવાસીઓ માટે વિશ્વસનીય અને આર્થિક રીતે સુલભ વિકલ્પ બની રહ્યા છે. હાલ લગ્ન સિઝનમાં AMC સંચાલિત તમામ પાર્ટી પ્લોટ અને હોલના બૂકિંગ ફૂલ થઈ ગયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઉત્તર, મધ્ય, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ એમ સાત ઝોનમાં AMC દ્વારા કુલ 95 કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરિયમ, પિકનિક હાઉસ અને ઓપન એર થિયેટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાંથી હાલ 82 સુવિધાઓ કાર્યરત છે જ્યારે 13 સ્થળોએ નવીનીકરણની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકોને રૂ. 5,000 થી રૂ. 70,000 સુધીના રાહત દરે સુવ્યવસ્થિત માળખા સાથે આ હોલ અને પ્લોટ ઉપલબ્ધ થવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને નોંધપાત્ર આર્થિક રાહત મળી રહી છે.

શહેરમાં આવેલા ટાગોર હોલ, પંડિત દિન દયાલ હોલ કોમર્શિયલ કાર્યક્રમ માટે ફેવરીટ બન્યા છે. મધ્ય વર્ગ અને ગરીબ વર્ગ માટે AMC સંચાલિત હોલ આશીર્વાદ રૂપ સાબિત થયા છે. AMCના હોલ લગ્ન પ્રસંગ માટે જ નહીં પરંતુ સામાજિક પ્રસંગ તેમજ બેસણા માટે પણ ભાડે મળે છે. નજીવી રકમ ભરી હોલ અપાઈ રહ્યા છે. પાર્ટી પ્લોટ અને હોલનું ઓનલાઈન બુકીંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પણ પાલન કરવામાં આવે છે. આગામી દિવસોમાં શહેરના AMC સંચાલિત હોલ સેન્ટ્રલ AC કરવાની પણ વિચારણા ચાલી રહી છે.

આ કોમ્યુનિટી હોલ, હોલ અને પાર્ટી પ્લોટનો ઉપયોગ લગ્ન, રિસેપ્શન, ધાર્મિક કાર્યક્રમો, સામાજિક સેમિનાર, બેઠકો, ડિસ્ટ્રિબ્યુશન ગેટ-ટુ-ગેધર, સામાજિક ગેટ-ટુગેધર, શાળા-શૈક્ષણિક પ્રવૃત્તિઓ, બેસણા, જન્મદિવસ સમારંભ, કિટી પાર્ટી, કોર્પોરેટ મીટિંગ, પ્રદર્શનો (એક્ઝિબિશન) સહિત વિવિધ હેતુઓ માટે વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે.

ઝોન પ્રમાણે આંકડા દર્શાવે છે કે, તારીખ 1 ઑગસ્ટ 2025થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હેઠળ શહેરના કુલ સાત ઝોનમાં આવેલા પાર્ટી પ્લોટ્સ અને કોમ્યુનિટી હોલ્સમાંથી નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે. મધ્ય ઝોનમાં આવેલા 11 પાર્ટી પ્લોટ્સ તથા કોમ્યુનિટી હોલ્સમાં કુલ 744 બુકિંગ નોંધાયા હતા, જેનાથી AMCને રૂ. 65,38,750ની આવક થઈ છે.

આ ઉપરાંત પૂર્વ ઝોનમાં પાર્ટી પ્લોટ્સ, કોમ્યુનિટી હોલ્સ, કોન્ફરન્સ રૂમ, બેન્ક્વેટ હોલ્સ અને ઓડિટોરિયમ સહિત કુલ 18 સ્થળો ઉપલબ્ધ છે, જ્યાંથી 678 બુકિંગ થકી રૂ. 1,25,60,125ની આવક નોંધાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...