Thursday, July 23, 2026

IND vs NZ ભારત વર્લ્ડ ચેમ્પિયન : ગુજ્જુ ત્રિપુટીએ ન્યૂઝીલેન્ડને પાડ્યું ઘૂંટણિયે, બુમરાહ-અક્ષર-હાર્દિક જીતના અસલી હિરો!

spot_img
Share

અમદાવાદ : 8 માર્ચ, 2026એ દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતે ભવ્ય જીત હાસંલ કરી T20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. ભારતની જીત સાથે જ ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. રાજ્યમાં ઠેર ઠેર લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં સ્કોરબોર્ડ પર 256 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. આટલા મોટા સ્કોરનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે લાચાર જણાઈ હતી. ન્યૂઝીલેન્ડની આખી ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતનો ભવ્ય વિજય થયો હતો.મેચની ખાસિયત એ રહી કે ન્યૂઝીલેન્ડને ઢેર કરવામાં ગુજરાતના ત્રણેય સ્ટાર ખેલાડીઓનો સિંહફાળો રહ્યો.

જસપ્રિત બુમરાહ પોતાની આગવી શૈલીમાં બોલિંગ કરતા બુમરાહે માત્ર થોડા રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી. તેના યોર્કર સામે ન્યૂઝીલેન્ડના ટોપ ઓર્ડર પાસે કોઈ જવાબ નહોતો. અક્ષર પટેલ સ્પિનના જાદુગર અક્ષરે મધ્યમ ઓવરોમાં અંકુશ મેળવીને 2 વિકેટ ઝડપી અને રન ગતિ રોકી દીધી હતી. હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર હાર્દિકે ટીમને બ્રેક-થ્રુ અપાવતા 1 વિકેટ લીધી હતી અને શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું હતું.

અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોમાં ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના સિંધુભવન રોડ, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં લોકો હાથમાં ત્રિરંગા સાથે પોતાના વાહનો પર નીકળી પડ્યા હતા અને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવતા જોવા મળ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી બહાર નીકળતા લોકોએ બુમરાહ બુમરાહ અને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લાગ્વા હતા.

વર્લ્ડકપ જીત્યા બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. મેચ જીતી ગયા બાદ તેઓ ઊભા થઈ અને તાળીઓ પાડી અને જીતની ઉજવણી કરી હતી.નોંધનીય છે કે, ક્રિકેટ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતીય બોલરોએ આજે જે સંયમ અને આક્રમકતા બતાવી છે, તે કાબિલે તારીફ છે. ખાસ કરીને બુમરાહની સ્પેલ હંમેશા યાદ રખાશે.”

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...