Wednesday, July 22, 2026

અમદાવાદના ભદ્ર વિસ્તારના 586 પાથરણાંવાળાઓને 21 માર્ચ સુધી પુનઃસ્થાપિત કરવા હાઇકોર્ટનો AMCને કડક આદેશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી પાથરણા વાળાઓને દૂર કરવાના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે 13 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં દાખલ થયેલી આ જાહેર હિતની અરજી ઉપર હાઇકોર્ટે લંબાણપૂર્વક સુનવણી યોજી હતી.હાઇકોર્ટે નોંધ્યું કે ભદ્ર વિસ્તારમાંથી પાથરણાંવાળાઓને હટાવવાની કાર્યવાહી કાયદા વિરુદ્ધ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કોર્ટે AMCને આદેશ આપ્યો છે કે સર્ટિફાઈડ સ્ટ્રીટ વેન્ડર્સને અગાઉના પ્લાન મુજબ યોગ્ય જગ્યા ફાળવવામાં આવે અને આ માટે ફેરિયાઓને સાથે રાખીને જ નવી સ્કીમ તૈયાર કરવામાં આવે. હાઈકોર્ટે આ પ્રક્રિયા માટે કડક સમયમર્યાદા નક્કી કરતા આદેશ આપ્યો હતો કે આગામી 21 માર્ચ સુધીમાં ભદ્રના તમામ સર્ટિફાઈડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરવામાં આવે. આ માટે AMCના ત્રણ અધિકારીઓ અને એક સિનિયર પોલીસ અધિકારીની બનેલી કમિટી એક અઠવાડિયામાં સર્ટિફિકેટની ચકાસણી પૂર્ણ કરશે.

AMCના રેકોર્ડ મુજબ ઉપલબ્ધ 844 જગ્યાઓ પૈકી જે 586 ફેરિયાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે તેમને ભદ્રમાં જ સમાવવાના રહેશે, જ્યારે બાકીના 258 ફેરિયાઓને અન્યત્ર રિલોકેટ કરવાની વ્યવસ્થા કરવાની રહેશે. જોકે, આ વ્યવસ્થા દરમિયાન અવરજવરનો રસ્તો ન રોકાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી વહીવટીતંત્રની રહેશે અને આ મામલે વધુ સુનાવણી 17 એપ્રિલે યોજાશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

વર્ષ 2014માં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર હાઇકોર્ટે લાંબા સમયથી સુનાવણી હાથ ધર્યા બાદ ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે AMC દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ (સુરક્ષા અને નિયમન) અધિનિયમનો યોગ્ય અમલ કરવામાં આવ્યો નથી. કોર્ટના મત મુજબ, કોઈ પણ વિસ્તારને ‘નો વેન્ડિંગ ઝોન’ જાહેર કરતા પહેલા સ્ટ્રીટ વેન્ડર્સનો યોગ્ય સર્વે કરવો જરૂરી છે. સર્વે કર્યા વગર ભદ્ર વિસ્તારમાંથી પાથરણાંવાળાઓને હટાવવાની કાર્યવાહી યોગ્ય નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...