Thursday, September 17, 2026

અમદાવાદના હાઈફાઈ કેફેની ઘોર બેદરકારી, ઓર્ડર કરેલા ગાર્લિક બ્રેડ પર જોવા મળી મરેલી માખી

spot_img
Share

અમદાવાદ: શહેરમાં સામાન્ય રીતે હાઈજીનના આગ્રહીઓ સ્ટ્રીટ ફૂડ ખાવાને બદલે હાઈફાઈ હોટલોમાં જાય છે. હાઈફાઈ હોટલ રેસ્ટોરન્ટમાં જવાથી સારા રૂપિયા આપવાના બદલામાં ગ્રાહકો સારી રીતે જમવાનું બનાવાયું હશે તેમ માની લે છે. પરંતુ શહેરના એક જાણીતા કોમો બાય કાફા નામના કેફેમાંથી ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત મંગળવારે અમદાવાદના શાહીબાગનો પરિવાર સિંધુ ભવન રોડ પર આવેલી કોમો બાય કાફા નામના કેફેમાં ગયા હતા. જ્યાં તેમને કડવો અનુભવ થયો હતો. આ પરિવારે ગાર્લિક બ્રેડ મંગાવી હતી. આ ઓર્ડર આવતા, તે ગાર્લિક બ્રેડ પર મરેલી માખી જેવી જીવાત જોવા મળી હતી. જેથી ગ્રાહકોએ આ અંગેની ફરિયાદ મેનેજરને કરી હતી.અને મેનેજરે ગ્રાહકો પાસે માફી પણ માંગી હતી.

જોકે, આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આ અંગે તપાસ શરૂ કરી છે.ગ્રાહક દ્વારા ફરિયાદ કરાતા ગ્રાહકને બિલ પણ ન આપવામાં આવ્યું. જોકે, આ ઘટનામાં મોટો પ્રશ્ન એ છે કે, આટલા મોંઘાદાટ કેફેમાં પણ લોકોને સ્વચ્છતા પણ ન આવે તે ઘણી જ ગંભીર બાબત છે.

તમને જણાવી દઈએ કે ‘કોમો બાય કાફા’, જે અમદાવાદના પ્રખ્યાત અને ખર્ચાળ કાફેમાંનું એક ગણાય છે, તેની વારંવાર સેલિબ્રિટીઓ અને ક્રિકેટરો દ્વારા મુલાકાત લેવામાં આવે છે અને 20-30 મિનિટની રાહ જોવાના સમય સાથે ઘણી વખત ભારે લોકોનો સાક્ષી બને છે.

આ ઘટનાએ શહેરમાં પ્રીમિયમ ડાઇનિંગ સંસ્થાઓમાં સ્વચ્છતાના ધોરણો પર સવાલો ઉભા કર્યા છે. AMCમાં નોંધાયેલી ફરિયાદ સાથે, કાફે સામે વધુ તપાસ અને કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...