Wednesday, July 22, 2026

બોપલ પોલીસના PSIનો રુઆબ ! ફરિયાદીને કહ્યું ‘નીકળ લુખ્ખા, મારું પો.સ્ટેશન છે, અહીં મારું ચાલશે’

spot_img
Share

અમદાવાદ : ‘જનસેવા હી પ્રભુસેવા’નું સૂત્ર ધરાવતી ગુજરાત પોલીસના એક અધિકારીએ અમદાવાદમાં ખાખીની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલા એક કંપનીના માલિક અને તેના મિત્રો સાથે PSI જયેશ કાલોતરાનો કથિત ગેરવર્તણૂકનો મામલો હવે ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચ્યો છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા એક યુવકને PSI ના કડવા અનુભવનો સામનો કરવો પડતા, તેણે આ મામલે અમદાવાદ ગ્રામ્ય એસપી (SP) ને લેખિત ફરિયાદ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના એક PSI દ્વારા અરજદારના મિત્ર સાથે કરવામાં આવેલી કથિત ગેરવર્તણૂકનો મામલો હવે ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચ્યો છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા એક યુવકને PSI ના કડવા અનુભવનો સામનો કરવો પડતા, તેણે આ મામલે અમદાવાદ ગ્રામ્ય એસપી (SP) ને લેખિત ફરિયાદ કરી છે.

રિપોર્ટ મુજબ, એક યુવક તેના મિત્ર સાથે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો. આ યુવકની તાજેતરમાં જ હિપ સર્જરી (થાપાનું ઓપરેશન) થયેલી હોવાથી તેને ઉભા રહેવામાં તકલીફ પડતી હતી. આ શારીરિક મજબૂરીના કારણે તે પોતાની ગાડીના બોનેટ પર ટેકો લઈને બેઠો હતો. આ જોઈને ત્યાં ફરજ પરના PSI જયેશ કાલોતરા ઉશ્કેરાઈ ગયા હતા.

અરજદારનો આક્ષેપ છે કે PSI જયેશ કાલોતરાએ તેને જોઈને અપમાનજનક શબ્દો વાપર્યા હતા. PSI એ કથિત રીતે કહ્યું હતું કે, “નીકળ લુખ્ખા, આ મારું પોલીસ સ્ટેશન છે અને અહીં મારું જ ચાલશે.” કાયદાના રક્ષક ગણાતા પોલીસ અધિકારી દ્વારા આવા શબ્દપ્રયોગ અને તોછડા વર્તનથી યુવક અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો.

પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા ગયેલા યુવકને બદલે અપમાન મળતા તેણે હવે અમદાવાદ ગ્રામ્ય એસપીનો દરવાજો ખટખટાવ્યો છે. અરજદારે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની તપાસ કોઈ સિનિયર પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવે અને PSI વિરુદ્ધ કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે. પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો સાથે પોલીસનું વર્તન કેવું હોવું જોઈએ, તે બાબતે ફરી એકવાર આ ઘટનાએ સવાલો ઉભા કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...