Wednesday, July 22, 2026

વાલીઓ માટે મોટા રાહતના સમાચાર : નવા સત્રમાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન આ વર્ષે ભાડામાં નહીં કરે વધારો

spot_img
Share

અમદાવાદ : ગલ્ફના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર દેખાઈ રહી છે. અનેક ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તો બીજી તરફ પેટ્રોલ-એલપીજીની અછતના અહેવાલો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આવ વર્ષે ફી નહિ વધારવાનો નિર્ણય લઈને મધ્યમ વર્ગને રાહત આપી હતી.એસોસિએશને સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આગામી નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન કે રિક્ષાના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં, જેનાથી વાલીઓના ઘરના બજેટ પર વધારાનો બોજ નહીં પડે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની તાજેતરમાં મળેલી મહત્વની બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે, છેલ્લે વર્ષ 2024-25માં જે ભાડા વધારો કરવામાં આવ્યો હતો, તે જ અત્યારે અમલી રહેશે. આ નિર્ણય માત્ર એક વર્ષ પૂરતો જ નથી, પરંતુ એસોસિએશને જૂન 2027 સુધી સ્કૂલ વર્ધીના ભાવ સ્થિર રાખવાની ખાતરી આપી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ અને ઇંધણના ભાવમાં અનિશ્ચિતતા હોવા છતાં, વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને આ રાહત આપવામાં આવી છે.

એસોસિએશન દ્વારા નક્કી કરાયેલા નવા માળખા મુજબ, 1 કિલોમીટરના અંતર માટે રિક્ષાનું ભાડું 750 રૂપિયા અને વાન માટે 1200 રૂપિયા રહેશે. જો અંતર 2 કિલોમીટર હોય તો રિક્ષા માટે 850 રૂપિયા અને વાન માટે 1400 રૂપિયા વસૂલવામાં આવશે. તેવી જ રીતે, 3 કિલોમીટરના અંતર માટે રિક્ષા ભાડું 950 રૂપિયા અને વાનનું ભાડું 1600 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. વધુ અંતર ધરાવતા વાલીઓ માટે, 4 કિલોમીટરના અંતર માટે રિક્ષાનું ભાડું 1050 રૂપિયા અને વાન માટે 1800 રૂપિયા રહેશે. જ્યારે 5 કિલોમીટર કે તેથી વધુ અંતર માટે રિક્ષા ચાલકો 1150 રૂપિયા અને વાન ચાલકો 2000 રૂપિયા ભાડું વસૂલી શકશે. આ નક્કી કરેલા દરોથી વાલીઓ અને વર્ધી ચાલકો વચ્ચે ભાવતાલને લઈને થતી અસમંજસ દૂર થશે.

શિક્ષણના સતત વધતા ખર્ચ અને સ્કૂલ ફીમાં થતા વધારા વચ્ચે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ન વધે તે વાલીઓ માટે મોટું આશ્વાસન છે. વર્ષ 2024-25માં છેલ્લે થયેલા વધારા બાદ હવે લાંબા ગાળા સુધી ભાવ સ્થિર રાખવાનો આ નિર્ણય ખૂબ જ પ્રશંસનીય છે. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, મોંઘવારીના જમાનામાં મધ્યમ વર્ગને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી આ માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે.

ભાડામાં વધારો ન કરવાની સાથે સાથે એસોસિએશને તમામ સ્કૂલ વર્ધી ચાલકોને કડક સૂચના આપી છે કે તેઓએ બાળકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવી નહીં. વાહનોનું નિયમિત મેન્ટેનન્સ કરાવવું અને ક્ષમતા કરતા વધુ બાળકોને ન બેસાડવા તે બાબતે પણ ભાર મૂકવામાં આવ્યો છે. અમદાવાદના હજારો વાન અને રિક્ષા ચાલકોએ આ નિર્ણયને હર્ષભેર સ્વીકાર્યો છે, જેથી વાલીઓ અને ચાલકો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...