Monday, March 23, 2026

એક્ટીવા ચોર ઝડપાયો : LCB ઝોન-1 પોલીસે ચોરીના બે એક્ટીવા સાથે એક શખ્સ ઝડપ્યો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ LCB ઝોન-1 ના સ્ટાફે પોલીસે વાહન ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. અમદાવાદના બે જુદા-જુદા વિસ્તારોમાં બે દ્વિચક્રી વાહનોની ઉઠાંતરીના બનાવનો પર્દાફાશ થયો હતો. ટાઉન પોલીસે શહેરમાંથી ચોરીના બે એક્ટીવા સાથે એક ઈસમને દબોચી લઇ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-1 ની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ LCB ઝોન-1 ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. LCB ઝોન-1 પોલીસની સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ, કિરણકુમાર અને ભગવાનભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ગંગારામભાઈ અને દેવેન્દ્રકુમારને મળેલી સંયુક્ત ખાનગી બાતમીના આધારે ચોરીના બે એક્ટિવા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં આરોપીનું નામ ઉમર અબ્દુલ રહીમ અબ્દુલ રશીદ શેખ (ઉં.વ. 21) બહેરામપુરા, દાણીલીમડાનો હોવાનું જણાવ્યું હતું, પોલીસે અંદાજે 40,000/- ની કિંમતના બે હોન્ડા એક્ટિવા કબજે કર્યા છે. આ ધરપકડથી સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન અને કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે.

ઝડપાયેલો આરોપી ઉમર અબ્દુલ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ વાસણા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીનો ગુનો નોંધાયેલો છે. પોલીસ તપાસમાં અન્ય બે આરોપીઓ, અફઝલ અને અયાન (બંને રહે. બહેરામપુરા) ના નામ પણ ખુલ્યા છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સફળ કામગીરીમાં PSI જી.કે. ચાવડા સહિત ASI મયુરધ્વજસિંહ, ઇન્દ્રજીતસિંહ, આકાશભાઈ અને સમગ્ર LCB ઝોન-1 ના કર્મચારીઓ જોડાયા હતા. અધિક પોલીસ કમિશનર (સેક્ટર-1) નીરજ બડગુજર અને નાયબ પોલીસ કમિશનર (ઝોન-1) ડો. હર્ષદકુમાર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...