Thursday, September 17, 2026

અમદાવાદના વાસણામાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ, 25 વર્ષીય યુવકની ઊંઘમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના વાસણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. વાસણાના ભરવાડ વાસમાં રહેતા ૨૫ વર્ષીય હિતેશ મેઘવાલ નામના યુવકની મધરાતે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, હિતેશની હત્યા તેની સગી બહેનની નજર સામે જ કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, છેલ્લા 20 વર્ષથી વાસણામાં ભાડે રહેતા અને મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની આ શ્રમિક પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું છે. મૃતક હિતેશ સાણંદમાં ફર્નિચરના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો, તે રાબેતા મુજબ પરિવાર સાથે ઘરની બહાર ખુલ્લામાં પલંગ પર સૂતો હતો. ગત મોડી રાત્રે જ્યારે આખો પરિવાર ગાઢ નિદ્રામાં હતો, ત્યારે અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયાર વડે હિતેશ પર હુમલો કર્યો હતો.હુમલાખોરે હિતેશના શરીર પર ગંભીર ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ વાસણા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ હત્યા પાછળ કોઈ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે. હિતેશના પરિવારના સભ્યો અને પડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ તપાસવાની અને અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...