Thursday, September 17, 2026

અમદાવાદમાં કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનનો ઉગ્ર વિરોધ, BJP નેતાઓએ કાળી પટ્ટી બાંધી આક્રોશ નોંધાવ્યો

spot_img
Share

અમદાવાદ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતા માટે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યભરમાં રાજકીય પારો ગરમાયો છે. આ નિવેદનના વિરોધમાં મંગળવારે અમદાવાદ શહેર ભાજપ દ્વારા શહેરના જાણીતા ઇન્કમટેક્સ ચાર રસ્તા ખાતે એક વિશાળ ધરણા પ્રદર્શન કરી ખડગેના નિવેદનને વખોડી કાઢ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર ભાજપ દ્વારા યોજાયેલ ધરણા પ્રદર્શનમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ ખડગેના નિવેદનને ગુજરાતની અસ્મિતાનું અપમાન ગણાવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે, આક્રમક સૂત્રોચ્ચારને બદલે કાર્યકર્તાઓએ મૌન ધારણ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જે ખડગેના નિવેદન સામે એક ગંભીર સંદેશ આપવાનો પ્રયાસ હતો.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહેવાના નિવેદનના રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ શહેર પ્રમુખની આગેવાનીમાં ધારાસભ્યો અમિતભાઈ શાહ, દિનેશભાઈ કુશવાહ, અને અમૂલભાઈ ભટ્ટ સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. તેમની સાથે અમદાવાદ શહેર ભાજપના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...