Thursday, September 17, 2026

પરિમલ ગાર્ડન પાસે ભયાનક અકસ્માત, ડિવાઈડર કૂદાવી કાર થાંભલા પર ચઢી ગઇ, ટક્કરથી વીજપોલ તૂટી પડ્યો

spot_img
Share

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યસ્ત એવા પરિમલ ગાર્ડન પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, આસપાસના લોકો ધડાકાના અવાજ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરંગપુરામાં આવેલ પરિમલ ગાર્ડન પાસે પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો ત્યારે ડિવાઈડર પર ચઢી ત્યારે ત્યાં લગાવેલો લોખંડનો વીજપોલ (લાઈટનો થાંભલો) પણ ધરાશાયી થઈ ગયો હતો. ટક્કરને કારણે કારના બોનેટના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ વાહન અને જાહેર મિલકતને મોટું નુકસાન પહોંચ્યું છે.

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કારને ક્રેન મારફતે હટાવવાની કામગીરી કરી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. કારચાલક નશાની હાલતમાં હતો કે, કેમ અથવા અકસ્માત પાછળનું ટેકનિકલ કારણ શું છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...