Thursday, September 17, 2026

વાલીઓ માટે રાહતના સમાચાર, RTE અંતર્ગત ફોર્મ ભરવાની સમય મર્યાદામાં વધારો

spot_img
Share

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 એપ્રિલ 2026ના રોજ રાત્રિના 12:00 કલાક સુધી નક્કી કરવામાં આવી હતી. જોકે, વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને હવે આ સમયગાળો લંબાવવામાં આવ્યો છે, RTE અંતર્ગત પ્રવેશ માટે 23 એપ્રિલ સુધી અરજી કરી શકાશે. જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદ બાળકો આ યોજનાનો લાભ લઈ શકે.

નવી જાહેરાત મુજબ, હવે પાત્રતા ધરાવતા ઉમેદવારો આગામી 23 એપ્રિલ 2026, ગુરુવાર સુધી RTE વેબપોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, RTE એક્ટ-2009ની કલમ 12.1 (સી) અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા બેઠકો પર નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. જે વાલીઓએ હજુ સુધી ફોર્મ ભર્યા નથી, તેઓ આ લંબાવવામાં આવેલી મુદતનો ઉપયોગ કરી નિર્ધારિત સમય મર્યાદામાં પોતાની અરજી પૂર્ણ કરી શકશે.

સ્થાનિક ચૂંટણીને લીધે વાલીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવામાં ભારે મુશ્કેલી પડતી હોવાથી અરજી કરવાની મુદત લંબાવવાની માંગ ઊઠી હતી. રાજ્યની 9,722 જેટલી ખાનગી શાળાઓમાં 84 હજાર કરતા વધુ બેઠકો પર પ્રવેશ આપવા માટે ગત 4 એપ્રિલથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 2,09,482 ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. ગત વર્ષે રાજ્યભરમાંથી કુલ 2,38,942 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...