Thursday, September 17, 2026

ચાંદખેડામાં સાત વર્ષના બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ, યુવકને લોકોએ કપડા ઊતારી ઢોર માર માર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બાળક ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં એક યુવાને 7 વર્ષના બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આસપાસના લોકોની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી. ONGC અને GSC કો-ઓપરેટિવ બેંક પાસે બનેલી આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ફાળ પાડી દીધી છે. લોકોએ શંકાસ્પદ યુવાનને પકડી પાડી તેને મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસના હવાલે કર્યો હતો.

રિપોર્ટ મુજબ, ચાંદખેડામાં જી.એસ.સી. કો-ઓપરેટિવ બેંક પાસે આવેલી સોસાયટીમાં રહેતો સાત વર્ષનો બાળક બપોરે એક વાગ્યાની આસપાસ ઘર નજીક છાશ લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ઉત્તર પ્રદેશનો શિવમ યાદવ નામનો યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે બાળકને જોઈ તેને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

યુવક જ્યારે બાળકને લઈ જઈ રહ્યો હતો, ત્યારે આસપાસના લોકોનું ધ્યાન ગયું હતું. બનાવની ગંભીરતા જોઈ સ્થાનિકોએ તરત જ શિવમને અટકાવ્યો હતો અને બાળકની પૂછપરછ કરી તેને મુક્ત કરાવ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ શિવમ યાદવને જાહેરમાં ‘મેથીપાક’ આપ્યો હતો અને સમગ્ર મામલે ચાંદખેડા પોલીસને જાણ કરી હતી.આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં લોકો આરોપીને મેથીપાક આપી રહ્યા છે.

ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા તેનું નામ શિવમ યાદવ હોવાનું સામે આવ્યું છે. તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને ભાવનગરમાં મજૂરી કામ કરતો હતો. આરોપીએ જણાવ્યું હતું કે તે ભાવનગરથી ટ્રેન મારફતે અમદાવાદ આવ્યો હતો. જોકે, તે અમદાવાદ શા માટે આવ્યો હતો અને બાળકને કયા ઈરાદે લઈ જતો હતો, તે દિશામાં હજુ તપાસ ચાલી રહી છે.

ઘટનાની જાણ થતા જ ચાંદખેડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે આરોપી શિવમ યાદવની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. હાલમાં તેની વિરુદ્ધ અપહરણના પ્રયાસ અને અન્ય કાયદેસરની કલમો હેઠળ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે કે પોતાના બાળકોને એકલા બહાર મોકલતી વખતે સાવચેતી રાખવી અનિવાર્ય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...